સંસદ હુમલા કેસમાં પાક. વડાપ્રધાનને છોડી મુકતી એન્ટી ટેરેરિઝમ કોર્ટ

29 October 2020 07:26 PM
World
  • સંસદ હુમલા કેસમાં પાક. વડાપ્રધાનને છોડી મુકતી એન્ટી ટેરેરિઝમ કોર્ટ

વિદેશ પ્રધાન કુરેશી સહિતના પ્રધાનોને દોષિત ઠરાવવા સમન્સ

ઈસ્લામાબાદ તા.29
2014ના સંસદ હુમલા કેસમાં એન્ટી ટેરીરિઝમ કોર્ટે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાનખાનને નિર્દોષ જાહેર કર્યા છે, પણ વિદેશ પ્રધાન શાહ મહેમુદ કુરેશી સહીત તેમના પ્રધાનોને દોષિત ઠરાવવા બોલાવવામાં આવ્યા છે. એન્ટી ટેરીઝમ કોર્ટ જજ રાજા જાવેદ અબ્બાસ હાલને પ્રમુખ આરિફ આલ્વી સામેનો કેસ મોકુફ રાખ્યો છે. પ્રમુખ તરીકે તેમને મળતી મુક્તિના આધારે કેસ થંભાવી દેવાયો છે. 31 ઓગષ્ટ 2014 એ હાલના શાસક પક્ષ પાકિસ્તાન તહેરીક એ ઈન્સાફ (પીટીઆઈ)ના કાર્યકરો સંસદ અને વડાપ્રધાનના નિવાસ તરફ કૂચ કરી ગયા હતા. આ દરમિયાન પોલીસ સામેની અથડામણમાં 3 વ્યક્તિનાં માત થયા હતા, અને ઈજા થઈ હતી.
પોલીસે આ બનાવમાં ઈમરાનખાન અને અન્ય નેતાઓ સામે આતંકવાદ વિરોધી કાયદાની જોગવાઈ હેઠળ કેસ નોંધ્યો હતો.


Related News

Loading...
Advertisement