કેશુભાઇ પટેલના નિધન પર શોક વ્યકત કરતા રાજકોટ જીલ્લા ભાજપ

29 October 2020 07:22 PM
Keshubhai Patel
  • કેશુભાઇ પટેલના નિધન પર શોક વ્યકત કરતા રાજકોટ જીલ્લા ભાજપ

ગુજરાતના પુર્વ મુખ્યમંત્રી અને સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી કેશુભાઇ પટેલના નિધન પર શોક વ્યકત કરતા રાજકોટ જીલ્લા ભાજપાના સંગઠન પ્રભારી પ્રકાશભાઇ સોની, જીલ્લા અધ્યક્ષ ડી.કે. સખીયા તથા જીલ્લા મહામંત્રીઓ ભાનુભાઇ મેતા, જયંતીભાઇ ઢોલ, ડો. ભરતભાઇ બોઘરાએ જણાવ્યું હતું કે ભાજપાના વરિષ્ઠ આગેવાન અને અમારા મોભી તથા અમારા માર્ગદર્શક એવા પુર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલના નિધનના સમાચારથી રાજકોટ જીલ્લા ભાજપ અત્યંત દુ:ખની લાગણી અનુભવે છે. કેશુભાઇ પટેલે તેમનું પુર્ણ જીવન રાષ્ટ્રસેવા અને જનસેવાના કાર્યો માટે સમર્પિત કર્યુ હતુ. તેઓએ તેમના શાસનકાળમા શહેરની સાથોસાથ ગ્રામ્યનો વિકાસ ખુબ કરેલ હતો.


Related News

Loading...
Advertisement