કેશુભાઈએ બુટલેગર લતીફના ગઢમાં લોકદરબાર યોજીને પડકાર ફેંકેલો

29 October 2020 07:13 PM
Gujarat Keshubhai Patel
  • કેશુભાઈએ બુટલેગર લતીફના ગઢમાં લોકદરબાર યોજીને પડકાર ફેંકેલો

જયાં પોલીસ પણ જતા ફફડતી હતી ત્યાં...

રાજકોટ: કેશુભાઈ ખરા અર્થમાં હીરો જેવા હતા. તેમના જીવનમાં બહાદુરીના અનેક પ્રસંગો બન્યા છે જે ફિલ્મોમાં જોવા મળતા હોય છે. કેશુભાઈના જીવનનો આવો જ એક બહાદુરી-મર્દાનગીભર્યો પ્રસંગ છે. અમદાવાદમાં ખુંખાર બુટલેગર લતીફના વિસ્તારમાં લોક દરબાર ભરવાનો લતીફના ગઢ પોપટીયા વાડમાં પોલીસ પણ દરોડા પાડી શકતી નહોતી. જયાં પોલીસ લતીફથી ફફડતી હતી ત્યાં લોકોના મનમાં લતીફનો ડર દૂર કરવા ભાજપે પોપટીયાવાડમાં લોક દરબાર યોજવાનું નકકી કર્યું હતું. કેટલાક ઉચ્ચ પોલીસ અધિકારીઓને વિશ્ર્વાસમાં લઈ ભાજપે કેશુભાઈની હાજરીમાં પોપટીયા વાડમાં લોક દરબાર યોજયો હતો, જેને ખૂબ જ સફળતા મળી હતી. અહીથી ભાજપને ચૂંટણીનો મુદો મળ્યો હતા અને 1995ની ચૂંટણીમાં લતીફની ગુંડાગીરીને આતંકનો ચહેરો બનાવીનં
ભાજપે કોંગ્રેસ સામે આક્રમક પ્રચાર કર્યો
હતો.


Related News

Loading...
Advertisement