જનસંઘ-ભાજપના પાયાના પથ્થર હતા; સતા અપાવવામાં મુખ્ય ફાળો

29 October 2020 07:10 PM
Gujarat Keshubhai Patel
  • જનસંઘ-ભાજપના પાયાના પથ્થર હતા; સતા અપાવવામાં મુખ્ય ફાળો

કેશુભાઈ પટેલ ગ્રામીણ અર્થતંત્રની સમૃદ્ધિના શિલ્પી હતા: ચેકડેમ જેવી કૃષિ-ખેડુતલક્ષી યોજનાઓ તેમની જ દેન

રાજકોટ તા.29
રાજયના પુર્વ મુખ્યમંત્રી અને ધરખમ પીઢ રાજકીય નેતા કેશુભાઈ પટેલનું અપમાન થતા માત્ર ભાજપ જ નહી, તમામ રાજકીય પક્ષોમાં શોકનું મોજુ ફરી વળ્યુ છે. જનસંઘ-ભાજપના પાયાના પથ્થર અને ગુજરાતમાં ભાજપને સતા સુધી પહોંચાડવામાં તેઓનું મુખ્ય યોગદાન રહ્યું હતું.
યુવાવયથી જ રાષ્ટ્રીય સેવક સંઘની વિચારધા સાથે રંગાયેલા કેશુભાઈ પટેલ 1945માં તેમાં જોડાયા હતા. જાહેર જીવનની શરૂઆત 1960માં જનસંઘના સ્થાપક સભ્ય બનવા સાથે થઈ હતી. જનસંઘ ભાજપને ગામડે-ગામડે સુધી પહોંચાડવામાં તેઓનું મુખ્ય યોગદાન રહ્યું હતું. જનસંઘ અને ભાજપના પાયાના પથ્થરી તરીકે તેઓની ગણના થતી હતી. સાત દાયકાની લાંબી રાજકીય સફરમાં બે વખત મુખ્યમંત્રીપદે રહ્યા હતા. ભલેબન્નેમાંથી એકપણ વખત ટર્મ પુરી શકયા ન હોવા છતાં ખેડુત-કૃષિ-ગ્રામીણલક્ષી બેનમુન યોજનાઓ લાગુ પાડી હતી અને તેના ફળ ખેડુતોને મળી રહ્યા છે.
ગ્રામીણ અર્થતંત્રને સદ્ધર-સમૃદ્ધ બનાવવામાં તેઓનો સિંહફાળો હતો. સૌરાષ્ટ્ર સહિતના ભાગોમાં પાણીની સમસ્યા કાયમી હતી ત્યારે ચેકડેમ યોજના મુકીને ખેતીને મોટો લાભ કરાવવામાં મુખ્ય રોલ ભજવ્યો હતો. વિજળી-પાણીથી માંડીને અનેકવિધ ગ્રામીણલક્ષી યોજનાઓ કેશુભાઈની જ દેન છે.
રાજકીય ક્ષેત્રે પણ ભાજપને સાતા સુધી પહોંચાડવામાં મુખ્ય યોગદાન હતું. સર્વત્ર કોંગ્રેસનો દબદબો હતો. તેવા સમયે પણ હિંમત હાર્યા વિના જનસંઘ- ભાજપનો પાયો વધુને વધુ મજબૂત કરતા રહ્યા હતા. 1990ના દાયકાથી ભાજપનો વિજય વાવટો ફરકાવવામાં અને સતા સુધી પહોંચાડવામાં મુખ્ય યોગદાન હતું.


Related News

Loading...
Advertisement