ગુજરાતના વિકાસમાં તેમનું યોગદાન સદાય યાદ રહેશે: સી.આર. પાટીલ

29 October 2020 07:10 PM
Gujarat Keshubhai Patel
  • ગુજરાતના વિકાસમાં તેમનું યોગદાન સદાય યાદ રહેશે: સી.આર. પાટીલ

ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે કેશુભાઇ પટેલના નિધન પર શોક વ્યકત કરતાં જણાવ્યું કે ભાજપના વરિષ્ઠ આગેવાન અને મોભી એવા કેશુભાઇના નિધનથી અત્યંત દુ:ખની લાગણી અનુભવું છું. કેશુભાઇએ તેમનું આખુ જીવન રાષ્ટ્રસેવા અને જનસેવાના કાર્યો માટે સમર્પિત કર્યું હતું. ગુજરાતના વિકાસમાં તેમનું યોગદાન હંમેશા યાદ રહેશે, કેશુભાઇના નિધનથી ગુજરાતને મોટી ખોટ પડી છે. સમગ્ર જીવન રાષ્ટ્રસેવા અને જનસેવાના કાર્યો માટે સમર્પિત કર્યું હતું. પ્રભુ તેમના દિવ્ય આત્માને શાંતિ આપે.


Related News

Loading...
Advertisement