કેશુબાપા અમારા પરિવારના મોભી હતા: અશ્વીનભાઇ

29 October 2020 07:08 PM
Gujarat Keshubhai Patel
  • કેશુબાપા અમારા પરિવારના મોભી હતા: અશ્વીનભાઇ
  • કેશુબાપા અમારા પરિવારના મોભી હતા: અશ્વીનભાઇ

કેશુભાઇના ભત્રીજા અને ધરમશીભાઇના પુત્ર અશ્વીનભાઇ દેસાઇ : કેશુભાઇને કુટુંબ પ્રત્યેનો લગાવ અનન્ય રહ્યો હતો, પરિવારના દરેક પ્રસંગોમાં તેમની ઉપસ્થિતિ રહેતી: ધરમશીભાઇ સાથે કોવિડ-19 દરમિયાન તેઓ વીડિયો કોલીંગથી સંપર્કમાં રહ્યા હતાં

રાજકોટ, તા.29
રાજકોટમાં સાધુ વાસવાણી રોડ પર પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલના મોટાભાઇ ધરમશીભાઇ પટેલના પુત્ર અશ્વીનભાઇએ ‘સાંજ સમાચાર’ને જણાવ્યું કે કાકા કેશુભાઇએ જીવનની અંતિમક્ષણ સુધી ગુજરાતના હિત માટે ચિંતા કરી છે તેમની વિદાયથી ન પુરી શકાય તેવી ખોટ પડી છે. કેશુભાઇ પરિવારના મોભી રહ્યા હતા, અશ્વીનભાઇએ જણાવ્યું કે કેશુભાઇથી ત્રણ મોટાભાઇમાં પ્રથમ સ્વ. રામજીભાઇ, બીજા સ્વ. ખોડીદાસભાઇ, ધરમશીભાઇ અને નાના ભાઇ કેશુભાઇ હતા. કેશુભાઇના સંતાનોમાં સ્વ. જગદિશભાઇ, સ્વ. પ્રવિણભાઇ (અમેરિકા), નરેશભાઇ, અશોકભાઇ તથા ભરતભાઇ અને પુત્રી ડો. સોનલબેન અમદાવાદ છે. કોવિડ-19માં પણ કેશુભાઇ પરિવારની ખબર પૃચ્છા કરતાં હતા. ધરમશીભાઇ સાથે અઠવાડિયે વીડીયો કોલીંગથી વાતચીત કરતાં તેમને પરિવાર પ્રત્યેનો લગાવ હતો. તેમણે ચોથી પેઢી જોઇ છે. દીકરા-દીકરીઓની તેમને ચિંતા રહેતી હતી તેઓ મુખ્યમંત્રી બન્યા પછી પણ પરિવારના દરેક પ્રસંગોમાં ઉપસ્થિત રહેતા હતા. પરિવારના સભ્યો તેમની સલાહ લઇને જ કામ આગળ વધારતા હતા. તેઓ લેઉઆ પટેલ સમાજના ભીષ્મ પિતામહ તરીકે ઓળખાતા હતાં.કેશુભાઇની વિદાયથી પરિવારે એક મોભી ખોયાની લાગણી અશ્ર્વિનભાઇ પટેલ (દેસાઇ)એ વ્યકત કરી.


Related News

Loading...
Advertisement