કેશુભાઇના નિધનથી સૌરાષ્ટ્રને મોટી ખોટ : સેવા ભૂલાશે નહીં

29 October 2020 07:06 PM
Gujarat Keshubhai Patel
  • કેશુભાઇના નિધનથી સૌરાષ્ટ્રને મોટી ખોટ : સેવા ભૂલાશે નહીં

મેયર, સ્ટે.ચેરમેન સહિતના પદાધિકારીઓની શ્રદ્ધાંજલી

રાજકોટ, તા.29
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી, જૂની પેઢીના અગ્રીમ હરોળના રાજકીય આગેવાન કેશુભાઈ પટેલના અવસાન સબબ મહાપાલિકાના મેયર સહિતના પદાધિકારીઓએ શ્રદ્ધાંજલી પાઠવી છે. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ જણાવે છે કે, કેશુભાઈના અવસાનથી ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્રને ખુબ મોટી ખોટ પડી છે. તેઓ જનસંઘના સ્થાપકો પૈકીના એક હતા. તેઓ આર.એસ.એસ.ના ખુબ સક્રિય અને આગેવાન કાર્યકર હતા.
સને 1967 થી 1973 સુધી રાજકોટ નગરપાલિકા તથા તા.19/11/1973 થી મહાનગરપાલિકાની રચના થતા નિયુક્ત કોર્પોરેટર તરીકે કાર્યરત રહ્યા હતા. સને 1977માં તેઓ રાજકોટ ખાતેથી સાંસદ તરીકે ચુંટાયા હતા. તેમજ કાલાવડ, ગોંડલ, તથા વિસાવદર ખાતેથી 6 ટર્મ સુધી ગુજરાતના ધારાસભ્ય તરીકે ચુંટાઈ ખુબ સારી લોક સેવા કરેલ હતી. તેઓ ફક્ત ભાજપના જ આગેવાન નહિ પરંતુ તમામ વર્ગના સર્વમાન્ય આગેવાન તરીકે લોકોના પ્રશ્ને સતત જાગૃત પ્રહરી તરીકે લોકોના પ્રશ્નને વાચા આપી છે. દ્વાદશ જ્યોતિર્લિંગ પૈકી એક શ્રી સોમનાથ મંદિર ટ્રસ્ટના ચેરમેન તરીકે સોમનાથ મંદિરના વિકાસ માટે ઉમદા કાર્ય કરેલ છે. તેઓએ સૌરાષ્ટ્રમાં ગોકૂળગ્રામ યોજના અને મોટી સંખ્યામાં ચેકડેમ બનાવી ગામડાઓના ઉત્થાન માટે કામ કરેલ છે. અંતમાં ઉદયભાઈ જણાવે છે કે, તેમના જવાથી ગુજરાતના રાજકારણમાં ન પૂરી શકાય તેવી ખોટ પડી છે. તેઓની સમાજસેવાની વિચારધારા ધ્યાને લઇ સમાજસેવાને આગળ વધારવી તેજ તેઓને સાચી શ્રદ્ધાંજલિ ગણાશે.
મેયર બિનાબેન આચાર્ય, ડે.મેયર અશ્ર્વિન મોલીયા, શાસક નેતા દલસુખભાઇ જાગાણી, દંડક અજય પરમારે કહ્યું હતું કે સમગ્ર દેશમાં ભાજપનો સુર્ય મધ્યાહને ઝળહળે છે. જનસંઘના સમયથી ભાજપનો પાયો નાખવામાં તેમની મહત્વની ભૂમિકા હતી. સોમનાથ ટ્રસ્ટમાં પણ તેઓ સેવા આપી ચુકયા છે.


Related News

Loading...
Advertisement