ગુજરાતમાં ભાજપની પહેલી સરકાર કેશુભાઇ પટેલના નેતૃત્વમાં બની

29 October 2020 07:04 PM
Gujarat Keshubhai Patel
  • ગુજરાતમાં ભાજપની પહેલી સરકાર કેશુભાઇ પટેલના નેતૃત્વમાં બની

ત્યારે પોતાના જ સાક્ષી શંકરસિંહ વાઘેલાના બળવાને કારણે કેશુભાઇએ રાજીનામુ આપવું પડેલું

રાજકોટ, તા.29
ગુજરાતમાં કેશુભાઇના નેતૃત્વમાં ભાજપની પ્રથમ સરકાર બની હતી. જો કે શંકરસિંહ વાઘેલાના આંતરિક બળવાને કારણે તેમને 8 મહિનામાં જ રાજીનામુ આપવાની ફરજ પડી હતી.
આ અંગેની વિગત જોઇએ તો 1990માં ભાજપે ચીમનભાઇ પટેલના પક્ષ જનતા દળ સાથે સમજૂતી કરી હતી ત્યારે ચીમનભાઇના પક્ષ જનતા દળને માત્ર 3 બેઠકો વધારે મળતા તેઓ (ચીમનભાઇ પટેલ) મુખ્યમંત્રી બન્યા હતા અને કેશુભાઇ પટેલ ભાજપ-જનતા દળની સંયુક્ત સરકારમાં નંબર-2 બન્યા હતા. ભાજપે 1995ની ચૂંટણીઓમાં કોઇ પક્ષ સાથે સમજૂતી કરી નહીં અને કેશુભાઇના નેતૃત્વમાં એકલે હાથે ભાજપે જંગી બહુમતી મેળવી હતી. કેશુભાઇ 1995માં ગુજરાતના 10 મુખ્યમંત્રી બન્યા હતા. આ સાથે ગુજરાતમાં ભાજપની કેશુભાઇએ નેતૃત્વમાં પ્રથમ સરકાર બની હતી. જો કે કેશુભાઇની આ સરકાર લાંબુ નહોતી ચાલી શકી તે સમયે કેશુભાઇના જ સાક્ષી અને પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના બળવાથી કેશુભાઇને 8 મહિનામાં જ રાજીનામુ આપવાની ફરજ પડી હતી. ત્યારબાદ 1998માં ફરી ભાજપની સરકાર બની હતી અને તેઓ મુખ્યમંત્રી બન્યા
હતાં.


Related News

Loading...
Advertisement