કેશુભાઇના નિધનથી ભાજપે ભીષ્મ પિતામહ ગુમાવ્યા છે : મુખ્યમંત્રી

29 October 2020 07:02 PM
Ahmedabad Gujarat Keshubhai Patel
  • કેશુભાઇના નિધનથી ભાજપે ભીષ્મ પિતામહ ગુમાવ્યા છે : મુખ્યમંત્રી
  • કેશુભાઇના નિધનથી ભાજપે ભીષ્મ પિતામહ ગુમાવ્યા છે : મુખ્યમંત્રી
  • કેશુભાઇના નિધનથી ભાજપે ભીષ્મ પિતામહ ગુમાવ્યા છે : મુખ્યમંત્રી

નાનપણથી તેમની પાસેથી કામ કરવાનું શિખ્યો છું : રૂપાણી

ગાંધીનગર તા.29
પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલના અવસાનથી ભાજપે ભીષ્મપિતામહ ગુમાવ્યા છે અને ન પૂરી કરી શકાય તેવી ખોટ પડી છે એટલું જ નહીં જનસંઘથી ભારતીય જનતા પાર્ટીના વટવૃક્ષ જીવનને સમર્પિત કરીને ઉભું કર્યું છે જેની ખોટ હંમેશા રહેવાનો સ્વીકાર મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કર્યો છે.
કેશુ બાપાના અવસાન અંગે દુ:ખ વ્યક્ત કરતા વિજય ભાઈ રૂપાણી એ જણાવ્યું હતું કે પેટાચૂંટણીના ગઢડા કાર્યક્રમ દરમિયાન દુખદ સમાચાર મળતા ભાજપે તમામ કાર્યક્રમો રદ કર્યા છે એટલું જ નહીં પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ અને તમામ મંત્રી મંડળ સાથે કેશુભાઈ ને શ્રદ્ધાંજલિ આપવા આવી પહોંચ્યા હોવાનો સ્વીકાર કર્યો હતો તો બીજી તરફ તેમણે જણાવ્યું હતું કે તેમના અવસાનથી ગુજરાતના જાહેર જીવનમાં એક મોટી ખોટ પડશે ભારતીય જનતા પાર્ટીના મોભી અને ભીષ્મ પિતામહ એવા કેશુ બાપા ના અવસાનથી ખૂબ જ દુ:ખ થયું છે આ ઉપરાંત વિજયભાઈ એમ પણ કહ્યું હતું કે અમે બંને રાજકોટના જ છીએ અને હું નાનપણથી તેમની પાસેથી કામ કરવાનું શીખ્યો હતો એટલું જ નહીં સંઘના સ્વયંસેવક ના કારણે પણ અમારા બંને વચ્ચે પારિવારિક સંબંધો રહ્યા હોવાનો એકરાર કર્યો હતો.આ ઉપરાંત વિજયભાઈ એમ પણ કહ્યું હતું કે સામાન્ય માણસ અને નાના કાર્યકર ને ઓળખવાની આગવી કોઠા સુજ ધરાવતા હતા એટલું જ નહીં ખેડૂતોની સમસ્યા નો ઊંડો અભ્યાસ કરીને સમસ્યાઓ ઉકેલતા હતા જોકે તેમની પરિપક્વ લીડરશીપ અમને આપી છે ત્યારે તેમના વચનો ને અમારા સહિત સૌ કાર્યકરો આદેશ માનીને સ્વીકારશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો આ ઉપરાંત વિજયભાઈ રૂપાણીએ પ્રતિક્રિયામાં એમ પણ કહ્યું હતું કે ગુજરાતી જનજીવનના પ્રભાવશાળી નેતા ગુમાવ્યા છે કારણકે કેશુભાઈ પટેલે ચડતી-પડતી નો અનુભવ કર્યો છે જનસંઘ વખતે ભાજપ હારવા માટે જ ચૂંટણી લડતાં હતું પરંતુ આજે ભારતીય જનતા પાર્ટીનો સર્વત્ર વિજય થઈ ચૂક્યો છે અને આ બધું તેમના અનુભવથી શીખવા મળ્યું હોવાનો સ્વીકાર વિજયભાઈ રૂપાણીએ કર્યો હતો આ તબક્કે તેમણે જણાવ્યું હતું કે કેશુ બાપા ના નિધનથી ગુજરાત વતી શ્રદ્ધાંજલિ પાઠવું છું અને આજે સંપૂર્ણ રાજકીય સન્માન સાથે તેમની અંતિમ ક્રિયામાં કરવામાં આવશે જ્યારે આ પહેલા 3:00 કેબિનેટ બેઠક ની અંદર કેશુભાઈ પટેલના અવસાન નો શોક સંદેશ પારિત કરવામાં આવશે.


Related News

Loading...
Advertisement