10 માસના લગ્નજીવનમાં સાસુ-વહુના કકળાટે પરિવારને વિખેરી નાખ્યો : પુત્રવધુ નિકીતાના રિમાન્ડ માટે તજવીજ

29 October 2020 07:01 PM
Rajkot
  • 10 માસના લગ્નજીવનમાં સાસુ-વહુના કકળાટે પરિવારને
વિખેરી નાખ્યો : પુત્રવધુ નિકીતાના રિમાન્ડ માટે તજવીજ
  • 10 માસના લગ્નજીવનમાં સાસુ-વહુના કકળાટે પરિવારને
વિખેરી નાખ્યો : પુત્રવધુ નિકીતાના રિમાન્ડ માટે તજવીજ

સસરા સાથે આડા સંબંધ હોવાનો આક્ષેપ કરતા સગર્ભાએ સાસુની હત્યા કરી’તી :‘તારા પેટમાં ઉછરતું આ બાળાક તારા પતિનું નહી પણ સસરાનું છે’ તેમ કહી ઝઘડો કરતા સાસુ સળીયો લઇ મારવા આવતા તેની હત્યા કરી, લાશ સળગાવવા પ્રયાસ કરેલો : નિકીતાની કબુલાત :અમદાવાદના ગોતામાં બનેલી હત્યાની ઘટનાનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલતી સોલા પોલીસ

રાજકોટ તા.29
અમદાવાદના ગોતામાં આવેલ સત્યમેવ વિસ્ટા નજીકના રોયલ હોમ્સનો કમકમાટી કરાવી દેતો કિસ્સો સામે આવ્યો છે જે મુજબ ’તારા પેટમાં ઉછરતુ આ બાળક તારા પતિનું નહીં પણ સસરાનું છે’ તેવા આક્ષેપથી ઉશ્કેરાયેલી સગર્ભા પુત્રવધુએ સળિયાના ઘા મારી સાસુની હત્યા કરી નાખી હતી. અને માત્ર 10 માસના લગ્નજીવનમાં સાસુ-વહુના કકળાટે પરિવારને વિખેરી નાખ્યો હતો પુત્રવધુ નિકિતાની સોલા પોલીસે ધરપકડ કરી છે.
બનાવની વિગત મુજબ ગોતાના રોયલ હોમ્સમાં રામનિવાસ અગ્રવાલ પત્ની રેખાબહેનન(ઉ.વ.52) પુત્ર દીપક અને નિકિતા ઉર્ફ ન્યારા(ઉ.વ. 29) સાથે રહેતા હતા. 10 માસ અગાઉ નિકિતા સાથે દીપકના લગ્ન થયા હતા. દીપક ગોતાના વિસત કૃપા એસ્ટેટમાં મહાવીર ગ્રેનાઈટ અને આર.કે.સ્ટોનના નામે ભાગીદાર જીતેન્દ્ર લાલવાની સાથે વેપાર કરે છે. રામનિવાસને કોરોના પોઝિટિવ હોવાથી લાઈફ કેર હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. મંગળવારે દીપક વેપારના કામથી બહાર ગયો હતો. ઘરે સાસુ રેખાબહેન અને નિકિતા એકલા જ હતા. સાસુએ અગાઉ પુત્રવધુ નિકિતા પર આક્ષેપ કર્યા હતા કે, ’તારા પેટમાં ઉછરતુ બાળક તારા પતિનું નહીં પણ સસરાનું છે’ જેને લઈ તકરાર થતી રહેતી હતી. બનાવના દિવસે રાત્રે 9 વાગ્યા આસપાસ ફરી સાસુએ આ મુદ્દે ઝઘડો ચાલુ કર્યો હતો. બોલાચાલીમાં સાસુએ નિકિતાને મારવા માટે લોખંડનો સળિયો લીધો હતો. ઝપાઝપીમાં સાસુના પડી જતા તેના હાથમાં રહેલો સળિયો વહુ નિકિતાના હાથમાં આવી ગયો હતો અને નિકિતાએ ઉપરાઉપરી સળિયાના ઘા કરી સાસુ રેખાબેનની હત્યા કરી હતી. બાદમાં લાશ પર ચાદર ઢાંકી તેને સળગાવવા જતા નિકિતા પોતે પણ દાઝી ગઈ હતી.
જ્યારે ઝઘડો થયો ત્યારે પાડોશીને બુમો સંભળાતા તેમને હોસ્પિટલમાં દાખલ રામનિવાસને ફોન કર્યો હતો. જેથી તેમણે પુત્ર દીપકને ફોન કરી જણાવ્યું કે તે ઝડપથી ઘરે જાય સાસુ વહુ વચ્ચે ફરી ઝઘડો થયો છે. દીપક ઘરે પહોંચતા દરવાજો બંધ હતો. તેમને ડોર ખખડાવતા અંદરથી નિકિતાએ કહ્યું કે, સાસુએ તેમને રૂમમાં પુરી દીધી છે. તેથી દીપકએ સીડી દ્વારા બારીમાંથી ઘરનો દરવાજો ખોલી પ્રવેશ કર્યો હતો. માતાની લોહીથી લથબથ લાશ જોય તે ડઘાઈ ગયો હતો. અને નિકિતાને રૂમમાંથી બહાર કાઢી પૂછ્યું કે આ શું થયું. નિકિતાએ મેં નથી માર્યા તેમ જવાબ આપ્યો હતો અને હું રૂમમાં બંધ હતી તેમ કહ્યું હતું. દીપકે તુરંત તેમના ભાગીદારને ફોન કરી બોલાવ્યો અને પોલીસ તેમજ 108 ને જાણ કરી હતી. મોડી રાત્રે સોલા પોલીસના પીઆઇ જે.પી. જાડેજા સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને જરૂરી કાગળ કાર્યવાહી, પંચનામું કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો. પોલીસે સીસીટીવી ચકાસતા બહારની કોઈ વ્યક્તિ ઘરમાં ન આવી હોવાનું સામે આવ્યું હતું. અને સાસુ વહુ વચ્ચે ઝઘડો થયાનું પાડોશીઓએ જણાવ્યું હતું જેથી પોલીસે શકમંદ નિકિતાની અટકાય કરી હતી. પૂછપરછ તે ભાંગી પડી હતી અને પોતે જ તેમના સાસુની હત્યા કરી હોવાનું કબુલ્યું હતું.

નિકિતાએ એમ.કોમ અને એમ.બી.એ સુધી અભ્યાસ કર્યો છે
નિકિતાએ રાજસ્થાન યુનિવર્સિટીમાંથી એમ.કોમ. અને સિક્કીમ યુનિવર્સિટીમાંથી એમબીએ ફાઈનાન્સ કર્યું હતું. ચરિત્ર પર સાસુ શંકા કરતા અવેશમાં આવી આ હત્યા નિપજાવી હોવાનું તેણીએ કબુલ્યું છે. તેમને પૂછપરછમાં કહ્યું હતું કે, 10 માસના લગ્નજીવનમાં સાસુ સાથે અનેકવાર નાનીમોટી તકરાર થતી હતી. પોતે સતત સાસુનો ત્રાસ સહન કરી લગ્નજીવન ટકાવવાના પ્રયાસમાં કરતી હતી. સાસુ થોડા સાઈકીક સ્વભવના અને જૂનવાણી વિચારના હતા. કોઈનો હાથ અડી જાય કે બહારની કોઈ વ્યક્તિ ઘરે આવે તો સ્નાન કરવા જતા અને ઘરમાં સાફ સફાઈ કરવા લાગતા. આ ઉપરાંત નિકિતાને ઘરની બહાર ન નીકળવા દેતા, કોઈની સાથે વાતચીત કરવાની પણ તેને છૂટ ન હતી. પોલીસે હત્યામાં ઉપયોગ લેવાયેલો સળિયો કબ્જે કરી એફએસએલમાં મોકલ્યો છે અને વધુ તપાસ ચાલુ રાખી છે.


Related News

Loading...
Advertisement