‘સાંજ સમાચાર’ના સંસ્થાપક બાબુભાઇ શાહ સાથે કેશુભાઇ પટેલનો આત્મીય નાતો રહ્યો : સંભારણું

29 October 2020 06:52 PM
Rajkot
  • ‘સાંજ સમાચાર’ના સંસ્થાપક બાબુભાઇ શાહ સાથે કેશુભાઇ પટેલનો આત્મીય નાતો રહ્યો : સંભારણું
  • ‘સાંજ સમાચાર’ના સંસ્થાપક બાબુભાઇ શાહ સાથે કેશુભાઇ પટેલનો આત્મીય નાતો રહ્યો : સંભારણું

70 વર્ષ પૂર્વે કેશુભાઇ પટેલે રાજકીય કારકિર્દી શરૂ કરી તે પૂર્વે સ્વ.બાબુભાઇ શાહના અખબારમાં છ મહિના નોકરી કરી હતી : ‘સાંજ સમાચાર’ પરિવાર પાઠવે છે શ્રઘ્ધાસુમન : કેશુભાઇ પટેલે તેમના જીવનની પહેલી અને છેલ્લી નોકરી સ્વ.બાબુભાઇ શાહ સાથે કરી હતી

રાજકોટ તા.29
જેમના હૈયામાં ગુજરાતનું હિત અંતિમ સમય સુધી રહ્યું હતું. ભાજપના કદાવર નેતા, લેઉવા પટેલ સમાજના ભિષ્મ પિતામહ ગણાતા કેશુભાઇ સવદાસભાઇ પટેલે આજે સંસારમાંથી વિદાય લીધી ત્યારે તેમના જીવનના સંસ્મરણો જ લોકો માટે પ્રેરણારૂપ બનશે.

અત્યંત સરળ સ્વભાવના, નિખાલસ વ્યકિતત્વ ધરાવતા કેશુભાઇ પટેલ પોતાની કારકિર્દીની શરૂઆત ‘સાંજ સમાચાર’ના સ્થાપક બાબુભાઇ શાહ સાથે કરી હતી. તેઓ છ મહિના સુધી અખબારમાં નોકરી કરી હતી. આ તેમના જીવનની પ્રથમ અને છેલ્લી નોકરી બની. ત્યારબાદ તેઓ જનસંઘ અને આરએસએસમાં જોડાયા અને રાજકીય કારકિર્દી ઘડવા આગળ વઘ્યા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર એ સમયે સ્વ.બાબુભાઇ શાહના અખબારમાં દેવજીભાઇ ફોટો કમ્પોઝમાં હેડ હતા. તેઓ કેશુભાઇના નિવાસ સ્થાન હાથીખાના ચોક પાસે રહેતા હતા. કેશુભાઇને લાવનારા દેવજીભાઇ હતા. આ ઘટના અંદાજે 70 વર્ષ પૂર્વેની છે. કેશુભાઇને સ્વ.બાબુભાઇ શાહ સાથે આત્મીય નાતો હતો. તેઓ અવાર-નવાર મળવા આવતાં ત્યારબાદ ‘સાંજ સમાચાર’ના તંત્રી પ્રદિપભાઇ શાહને પણ મળતાં ત્યારે સ્વ.બાબુભાઇ શાહ સાથેના સંસ્મરણો વાગોળતા હતા.

કેશુભાઇ પટેલના નિધનથી ‘સાંજ સમાચાર’ પરિવારને એક વડીલ ગુમાવ્યાની લાગણી જન્મી છે. તેમનો નિખાલસ, સરળ સ્વભાવ, તેમનું વ્યકિતત્વ વગેરે ગુણો હંમેશા યાદ રહેશે.


Related News

Loading...
Advertisement