વારસદારને નોકરી માટે સફાઇ કામદારોના બોગસ મેડીકલ સર્ટીફીકેટનું કારસ્તાન?

29 October 2020 06:28 PM
Rajkot
  • વારસદારને નોકરી માટે સફાઇ કામદારોના બોગસ મેડીકલ સર્ટીફીકેટનું કારસ્તાન?

મહાપાલિકામાં મ્યુનિ. કમિશ્નરને નામજોગ ફરીયાદ કરાતા ખળભળાટ

રાજકોટ, તા.29
રાજકોટ મહાપાલિકામાં સફાઇ કામદારોના બોગસ મેડીકલ સર્ટીફીકેટના આધારે કેટલાક વારસદારોને નોકરીમાં લેવા કારસ્તાન રચાયાની ફરીયાદ મ્યુનિ. કમિશ્નરને કરવામાં આવી છે. ચાલુ ફરજે જો કોઇ સફાઇ કામદારને ગંભીર બીમારી થાય તો તેના વારસદારને નોકરી મળે છે. તાજેતરમાં આવા ઘણા કામદારોને લાયકાતના આધારે નોકરી પણ મળી છે. હવે થોડા દિવસોથી કેટલાક બોગસ સર્ટીફીકેટ રજુ કરીને વારસદારોને નોકરી મળે તે માટે 10 થી 1પ કેસ તૈયાર થયાનું બહાર આવ્યું છે. આ અંગે ત્રણ દિવસ પહેલા મહાપાલિકામાં કમિશ્નરના નામજોગ ફરીયાદ અરજી કરવામાં આવી છે. સમાજના અગ્રણી દ્વારા જ આવી પ્રવૃતિ ચલાવવામાં આવી રહી છે અને આ માટે અમુક લોકો બરોબાર ઉઘરાણા કરતા હોવાની ચર્ચા ચાલી રહી છે. આથી આવા સર્ટીફીકેટ અંગે તપાસ થાય તેવી શકયતા છે.


Related News

Loading...
Advertisement