બે વખત મુખ્યમંત્રી રહ્યા: લોકસભા-રાજ્યસભામાં એક-એક ટર્મ તથા સાત વખત ધારાસભ્ય બન્યા

29 October 2020 06:27 PM
Gujarat Keshubhai Patel
  • બે વખત મુખ્યમંત્રી રહ્યા: લોકસભા-રાજ્યસભામાં એક-એક ટર્મ તથા સાત વખત ધારાસભ્ય બન્યા

ભાજપ સરકારના પ્રથમ મુખ્યમંત્રી બન્યા હતા

સાત દાયકા જેવી લાંબી રાજકીય કારકિર્દી ધરાવતા કેશુભાઇ પટેલનો ભાજપને સત્તા પર પહોંચાડવામાં સિંહફાળો હતો. ભાજપે પ્રથમ વખત સરકાર બનાવી તેમાં મુખ્યમંત્રી પદે કેશુભાઇ પટેલ જ હતા.
સૌ પ્રથમ 1995માં તથા ત્યારબાદ 1998 થી 2001 સુધી તેઓ મુખ્યમંત્રી પદે રહ્યા હતા. આ સિવાય પ્રથમ વખત 1990 થી 1980ના વર્ષની બાબુભાઇ પટેલની જનતા મોરચા સરકારમાં કૃષિપ્રધાન તરીકે ત્રણ વર્ષ રહ્યા હતા. 1990માં ચીમનભાઇ પટેલની જનતાદળ-ભાજપની સરકારમાં પણ તેઓ પ્રધાનપદે રહ્યા હતા. 1990થી 1995માં વિધાનસભામાં વિપક્ષી નેતા પદે હતા. સંગઠનમાં પણ તેઓએ પદ ભોગવ્યા હતા. 1972 થી 1975માં જનસંઘના પ્રદેશ પ્રમુખ તથા 1990 થી 1993 સુધી ગુજરાત ભાજપનું પ્રમુખપદ સંભાળ્યું હતું.
બે વખત તેઓ સંસદમાં પણ રહ્યા હતા, સૌ પ્રથમ 1977માં રાજકોટ લોકસભા બેઠક પરથી ચૂંટાયા હતા જ્યારે 2003 થી 2009 સુધી રાજ્યસભામાં સભ્યપદે રહ્યા હતાં.
ધારાસભ્ય તરીકે ગુજરાત વિધાનસભામાં સાત વખત ચૂંટાયા હતા. 1975 થી 1980માં રાજકોટ, 1980 થી 1985 ગોંડલ, 1985-1990 સુધી કાલાવડ, 1990-1995 સુધી પડધરી-ટંકારા, 1995-1998 વિસાવદર, 1998-2002 તથા 2012 થી 2014 એમ સતત ત્રણ વખત વિસાવદર બેઠક પરથી ચૂંટાયા હતાં.


Related News

Loading...
Advertisement