એઈમ્સના અભ્યાસક્રમ માટે રાજકોટના એક સહિત 17 પ્રોફેસરની નિમણૂક

29 October 2020 06:26 PM
Rajkot
  • એઈમ્સના અભ્યાસક્રમ માટે રાજકોટના એક સહિત 17 પ્રોફેસરની નિમણૂક

રાજકોટ ઉપરાંત દિલ્હી, પાલનપુર સહિતના શહેરોના પ્રોફેસરો એઈમ્સના 50 વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવશે: સિવિલના બર્ન્સ વોર્ડ પાછળના બિલ્ડિંગમાં ચાલશે અભ્યાસક્રમ

રાજકોટ, તા.29
રાજકોટની ભાગોળે આવેલા પરાપીપળીયા ખાતે 200 એકર જમીનમાં નિર્માણ પામનારી રાજ્યની પહેલી એઈમ્સ હોસ્પિટલના નિર્માણની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. દરમિયાન એઈમ્સના અભ્યાસક્રમ માટે વિવિધ ફેકલ્ટીના 17 પ્રોફેસરોની નિમણૂક પણ કરી લેવામાં આવી છે. આ પ્રોફેસરોમાં રાજકોટના પણ એક પ્રોફેસર સમાવિષ્ટ છે. આ ઉપરાંત દિલ્હી, પાલનપુર સહિતના શહેરોના પ્રોફેસરો 50 વિદ્યાર્થીઓને એઈમ્સનો અભ્યાસ કરાવશે. આ માટે સિવિલ હાસ્પિટલના બર્ન્સ વોર્ડ પાછળના બિલ્ડિંગના પ્રથમ અને બીજા માળે અભ્યાસક્રમની પ્રક્રિયા કરવામાં આવશે.

આ અંગે એઈમ્સ-રાજકોટના નોડલ ઓફિસર ડો.ગૌરવી ધ્રુવે જણાવ્યું હતું કે મેડિકલ કોલેજના ડીન ડો.સામાણીએ પ્રોફેસરની નિમણૂકની જવાબદારી તેમને સોંપવાની ભલામણ કરતાં એઈમ્સ-જોધપુરના ડાયરેક્ટર ડો.મિશ્રાએ તેમને ડો.ધ્રુવને આ જવાબદારી સુપ્રત કરી હતી. તાજેતરમાં જ તા.16,17 અને 18 એમ ત્રણ દિવસ મેડિકલ કોલેજમાં વિવિધ ફેકલ્ટીના પ્રોફેસરોના ઈન્ટરવ્યુ અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવામાં આવ્યું હતું જેનું પરિણામ 20 ઓક્ટોબરે આવી ગયું હતું. અત્યારે એઈમ્સ-રાજકોટ માટે 17 ફેકલ્ટી માટે 17 પ્રોફેસરોની નિમણૂક કરવામાં આવી છે જેમાં એનેટોમી, ફિઝીયોલોજી અને બાયોલોજી વિભાગના પ્રોફેસરો સમાવિષ્ટ છે.

આ પ્રોફેસરોમાં એકમાત્ર રાજકોટ સિવિલમાં એનેટોમી ટયુટર તરીકે કાર્યરત ડો.પ્રદીપ ચૌહાણને પણ નિમણૂક આપવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું હતું. ડો.ધ્રુવે જણાવ્યું કે બર્ન્સ વોર્ડ પાછળ આવેલા બિલ્ડિંગના પ્રથમ અને બીજા માળે અત્યારે વિદ્યાર્થીઓને ભણાવવામાં આવશે. એઈમ્સના અભ્યાસક્રમ માટે 50 વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવામાં આવશે અને તેનો પ્રારંભ ટૂંક સમયમાં કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે એઈમ્સ માટે કલેક્ટર તંત્ર દ્વારા પણ તૈયારીઓનો ધમધમાટ ચાલી રહ્યો છે ત્યારે બીજી બાજુ મેડિકલ કોલેજમાં પણ અભ્યાસક્રમ શરૂ કરવાને અંતિમ ઓપ અપાઈ રહ્યો છે.

પ્રોફેસરોની નિમણૂક થઈ જતાં હવે ટૂંક સમયમાં એડમિશન પ્રક્રિયા શરૂ કરવામાં આવશે અને પછી નિમણૂક પામેલા 17 પ્રોફેસરો વિવિધ ફેકલ્ટીવાઈઝ અભ્યાસ કરાવશે. ડો.ગૌરવી ધ્રુવ મેડિકલ કોલેજમાં આવેલી પેથોલોજી વિભાગના વડા તરીકે પણ કાર્યરત છે અને હવે તેઓ એઈમ્સ-રાજકોટના નોડલ ઓફિસર તરીકે નિમણૂક પામતાં બમણી જવાબદારી સંભાળશે. તેમને આ નિમણૂક જોધપુર એઈમ્સના ડિરેક્ટર ડો.મિશ્રા દ્વારા આપવામાં આવી છે અને તેમણે પ્રોફેસરોની નિમણૂકની પ્રક્રિયા તુરંતમાં પૂર્ણ પણ કરી લીધી


Related News

Loading...
Advertisement