કોરોનાના નવા 18 કેસ : હેવલોક ટાવર, પ્રહલાદ પ્લોટ, વાણીયાવાડી, નેમીનાથમાં પ્રતિબંધિત ઝોન

29 October 2020 06:20 PM
Rajkot
  • કોરોનાના નવા 18 કેસ : હેવલોક ટાવર, પ્રહલાદ પ્લોટ, વાણીયાવાડી, નેમીનાથમાં પ્રતિબંધિત ઝોન

આજે બપોર સુધીમાં ફરી દર્દી ઘટયા : કુલ આંકડો 8446 : ગઇકાલે કરાયેલા 3514 ટેસ્ટમાં પોઝીટીવીટી રેઇટ માત્ર 1.50 ટકા નોંધાયો : સારવાર હેઠળ 523 દર્દી

રાજકોટ, તા.29
મહાનગરમાં કોરોનાનું સંક્રમણ વધુ ઘટી રહ્યું હોય તેમ કેસના આંકડા અને મૃત્યુઆંક પરથી લાગી રહ્યું છે. આજે બપોર સુધીમાં વધુ ઘટાડા સાથે માત્ર 18 નવા કેસ નોંધાયા છે. તો કુલ દર્દીઓનો આંકડો 8446 પર પહોંચ્યો છે. શહેરમાં વધુ 3પ માઇક્રો ક્ધટેનમેન્ટ ઝોન પણ જાહેર કરવામાં આવ્યા છે.

આજે બપોર સુધીમાં કુલ કેસ પૈકી 94.74% એટલે કે 7732 દર્દી સ્વસ્થ થતા તેમને રજા અપાઇ ચુકી છે. મહાનગરમાં આજ સુધીમાં 336663 ટેસ્ટ કરવામાં આવતા 2.50 ટકા પોઝીટીવીટી રેઇટ રહ્યો છે. ગઇકાલ તા.28ના રોજ 3514 ટેસ્ટ કરવામાં આવતા તે પૈકી 1.50 ટકા એટલે કે 53 દર્દીના રીપોર્ટ પોઝીટીવ આવ્યા છે. બુધવારે વધુ 74 દર્દીને રજા આપવામાં આવી હતી.

મહાનગરમાં જે વિસ્તારમાં વધુ 35 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન મુકવામાં આવ્યા છે તેમાં નાના મવા રોડના હેવલોક ટાવર, 3/17 પ્રહલાદ પ્લોટ, હરીધવા સોસા., ગાંધીગ્રામની નેમીનાથ સોસા., આર્યનગરના સદગુરૂ એપા., 2/7 વાણીયાવાડી કોર્નર, કોઠારીયા સોલવન્ટ વગેરેનો સમાવેશ થાય છે. તો ગઇકાલે રેલનગર, આકાશદીપ, સુંદરમપાર્ક, રામપાર્ક, ગંજીવાડા, મનહરનગર, ગોકુલનગર, રામકૃષ્ણનગર, સર્વોદય સોસા., અનામીકા સોસા., વિષ્ણુવિહાર, પટેલનગર 5 થી 7, કુંભારવાડા, ગુંદાવાડી, લક્ષ્મીવાડી, ગીતાનગર, જે.કે.પાર્ક વગેરે વિસ્તારમાં સઘન સર્વે કરવામાં આવ્યો હતો.

મહાનગરમાં ગઇકાલે 40158 લોકોના સર્વેમાં શરદી, ઉધરસ, તાવના ર8 દર્દી મળ્યા હતા. અત્યાર સુધીમાં ર4 લાખથી વધુ લોકોનો સર્વે કરવામાં આવ્યો છે. તો 7.46 લાખ લોકોની ઓપીડી ધન્વંતરી રથ દ્વારા કરવામાં આવી છે. ગઇકાલે 108 હેલ્પલાઇન પર 49 અને 104 પર પ1 કોલ આવ્યાનું આરોગ્ય વિભાગે જણાવ્યું હતું.


Related News

Loading...
Advertisement