2007માં ‘બાપા’એ વિધાનસભા ચૂંટણીમાં મતદાન કર્યું ન હતું

29 October 2020 06:18 PM
Gujarat Keshubhai Patel
  • 2007માં ‘બાપા’એ વિધાનસભા ચૂંટણીમાં મતદાન કર્યું ન હતું

2001માં ગુજરાતની ગાદી કેશુભાઈ પટેલને છોડવી પડી હતી અને તે સમયથી તેઓ ભાજપ મોવડી મંડળથી સખત નારાજ હતા અને 2007ની ધારાસભા ચૂંંટણી પૂર્વે તેઓએ પોતાની નારાજગી છૂપાવવાનો જરાપણ પ્રયત્ન કર્યો નહીં અને 2007થી જ પાટીદાર અગ્રણીઓને સાથે રાખીને નરેન્દ્ર મોદી સામે સીધો મોરચો માંડી દીધો હતો અને તે સમયે તેમની સાથે વિઠ્ઠલભાઈ રાદડીયાથી લઇને ડો. વલ્લભ કથીરીયા સહિતના તમામ પાટીદાર અગ્રણીઓ સામેલ હતા. જો કે 2007માં ભાજપના દેખાવ પર શ્રી કેશુભાઈ પટેલ કોઇ પ્રભાવ છોડી શક્યા નહીં. તેઓએ 2007માં પક્ષનો પ્રચાર પણ કર્યો ન હતો. ભાજપમાં જે કાઇ બળવા થઇ રહ્યા હતા તેમાં કેશુભાઈની ભૂમિકા હોવાનું ભાજપ ખુલ્લેઆમ કહી રહ્યું હતું અને એક સમયના વર્તમાન વડાપ્રધાન અને તે સમયના ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સામે જે રીતે આકરા શબ્દોનો ઉપયોગ કર્યો હતો. 2007ની ચૂંટણીમાં શ્રી કેશુભાઈ પટેલે રાજકોટ મતદાન કરવા પણ પહોંચ્યા ન હતા. અને આ રીતે તેઓએ પક્ષમાં ખુલ્લી રીતે પોતાની નારાજગી વ્યક્ત કરી હતી.


Related News

Loading...
Advertisement