ગુજરાતની ચેકડેમ યોજના અને ગોકુળગ્રામ યોજનાના શિલ્પી તરીકે ‘બાપા’ કાયમ યાદ રહેશે

29 October 2020 06:11 PM
Gujarat Keshubhai Patel
  • ગુજરાતની ચેકડેમ યોજના અને ગોકુળગ્રામ યોજનાના શિલ્પી તરીકે ‘બાપા’ કાયમ યાદ રહેશે

રાજ્યમાં 1.66 લાખ ચેકડેમથી ગ્રામીણ વિસ્તારોમાં પાણીની સમસ્યા હલ કરવા ઉપરાંત પાણીના તળ ઉંચા લાવવામાં સહાયતા મળી હતી :ગોકુળગ્રામ યોજનાથી ગ્રામીણ વિસ્તારોમાં કૃષિ અને પશુપાલનનો સમન્વય કરવાનો યશ કેશુભાઈને જાય છે

રાજકોટ,તા. 29
ગુજરાતમાં ભાજપના પ્રથમ મુખ્યમંત્રી તરીકે સત્તા સંભાળનાર સ્વ. કેશુભાઈ પટેલે ખાસ કરીને રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં જે કૃષિ સિંચાઈના પાણીની તંગી હતી અને પૂરતા ચોમાસા છતાં લાખો લીટર પાણી દર વર્ષે વેડફાઈ જતું હતું તેને ગ્રામીણ કક્ષાએ મહાકાય ડેમના બદલે ચેકડેમ યોજનાથી ગ્રામીણ વિસ્તારમાં પીવાના પાણી ઉપરાંત કૃષિ પાણી અને જમીનના તળ સાજા કરવાનો યશ કેશુભાઈ પટેલને જાય છે. રાજ્યમાં આજે અંદાજે 1.66 લાખ ચેકડેમ છે પરંતુ આ યોજનાના શિલ્પી કેશુભાઈ રહ્યા છે. એટલું જ નહીં તેમણે ગ્રામ તલાવડી યોજના પણ અમલમાં મુકી હતી અને ખેડૂત પોતાના ખેતરની નજીક જ નાનકડી તલાવડી બનાવીને પાણી મેળવી શકે તેવી યોજના કરી હતી અને રાજ્યમાં હજારો ગ્રામ તલાવડીઓ આજે પણ મોજૂદ છે. કેશુભાઇ પટેલે ગ્રામીણ વિસ્તારોમાં ચેકડેમ યોજનાથી જળક્રાંતિ લાવી હતી. અને તે આજે પણ ગ્રામ્ય વિસ્તારોમાં પાણી પુરું પાડવા માટે જાણીતી છે. રાજ્યમાં આજે ચેકડેમ ઉપરાંત ગોકુળગ્રામ યોજનાનો પાયો પણ કેશુભાઈ પટેલે નાખ્યો હતો અને એક મિશન તરીકે તેઓએ ગોકુળગ્રામ યોજના શરુ કરી હતી. જે આજે રાષ્ટ્રીય ગોકુળ મિશન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસનમાં અપનાવવામાં આવી છે.


ગોકુળગ્રામ યોજના હેઠળ ગ્રામીણ ક્ષેત્રે કૃષિને વેગ આપવા માટે ખેડૂતોને યોગ્ય બિયારણ પુરું પાડવું તથા ખાતર સહિતની સુવિધા પાડવાની સાથે માલધારી તરીકે ખેડૂતો વધારાની આવક પણ મેળવી શકે તે કેશુભાઈએ જોયું હતું.


Related News

Loading...
Advertisement