એઇમ્સના 19 બિલ્ડીંગોના પ્લાન રજૂ : વિકાસ પરવાનગી ફી માફ : 6 પ્લાન મંજૂર થશે

29 October 2020 06:01 PM
Rajkot
  • એઇમ્સના 19 બિલ્ડીંગોના પ્લાન રજૂ : વિકાસ પરવાનગી ફી માફ : 6 પ્લાન મંજૂર થશે

રાજય સરકારે એઇમ્સ માટે પ્લાન મંજૂર કરવા માટે ભરવાની થતી સ્ક્રુટીની ફી પણ માફ કરી : 6 પ્લાનમાં કવેરી નિકાલ થયે મંજૂરી આપી દેવાશે

રાજકોટ તા.29
ગુજરાતની પ્રથમ એઇમ્સ રાજકોટમાં ઝડપથી ધમધમતી થાય તે રીતે એઇમ્સનું કામ ચાલી રહ્યું છે. જામનગર હાઇવે પર ખંઢેરી-પરાપીપળીયાની 200 એકર સરકારી જમીન ફાળવવામાં આવ્યા બાદ એઇમ્સનો લે-આઉટ પ્લાન મંજૂર કરી દેવામાં આવ્યો છે. એઇમ્સ માટે 19 અલગ-અલગ બિલ્ડીંગો તૈયાર કરવામાં આવનાર છે.

19 બિલ્ડીંગોના પ્લાન રૂડામાં રજૂ કરી દેવામાં આવ્યા છે. રાજય સરકારના હુકમથી એઇમ્સને પ્લાન મંજૂરી માટે ભરવાની થતી વિકાસ પરવાનગી ફી તેમજ સ્ક્રુટીની ફી માફી આપવામાં આવી છે. જયારે એઇમ્સ બિલ્ડીંગો તૈયાર થઇ જશે ત્યારબાદ તેના વપરાશ માટેની વપરાશ પરવાનગી ફી ભરવાની રહેશે તેવુ રૂડાના સીઇઓ ચેતન ગણાત્રાએ જણાવ્યું હતું.

ભારત સરકારે ગુજરાત રાજયમાં રાજકોટને પ્રથમ એઇમ્સ આપી છે. રાજકોટ જિલ્લાના તત્કાલીન કલેટરે જામનગર રોડ પર ખંઢેરી-પરાપીપળીયાના સરકારી ખરાબામાંથી 200 એકર જમીન એઇમ્સને ફાળવી આપ્યા બાદ એઇમ્સ ઓથોરીટી દ્વારા રાજકોટ અર્બન ડેવ.ઓથોરીટી સમક્ષ લેઆઉટ પ્લાન રજૂ કર્યો હતો. જે રૂડા ઓથોરીટીએ મંજૂર કર્યા બાદ એઇમ્સ દ્વારા 200 એકર જમીનને સમથળ કરી કમ્પાઉન્ડ વોલ બાંધવાના કામની સાથો સાથ એઇમ્સ માટે જરૂરી 19 જેટલા અલગ-અલગ બિલ્ડીંગો બનાવવાના પ્લાન રૂડામાં રજૂ કર્યા છે.

રાજય સરકારે એઇમ્સને પ્લાન મંજૂરી માટે ભરવાની થતી સ્ક્રુટીની ફી ઉપરાંત વિકાસ પરવાનગી ફી ભરવામાંથી મુકિત આપતો નિર્ણય કરતા રૂડાએ આવી ફી વસુલી થતી સ્ક્રુટીની ફી ઉપરાંત વિકાસ પરવાનગી ફી ભરવામાંથી મુકિત આપતો નિર્ણય કરતા રૂડાએ આવી ફી વસુલી નથી. પરંતુ જયારે એઇમ્સના તમામે-તમામ 19 બિલ્ડીંગો તૈયાર થઇ જશે ત્યારે ઇન્સપેકશન બાદ વપરાશ માટે ભરવાની થતી વપરાશ પરવાનગી ફી વસુલવામાં આવશે તેવુ જણાવ્યું છે.

જામનગર રોડ પર એઇમ્સ ઉભી કરવા એઇમ્સ ઓથોરીટી દ્વારા રજુ કરવામાં આવેલા 19 બિલ્ડીંગ પ્લાનોની હાલમાં રૂડાના ટેકનીકલ ઓફિસરો ચકાસણી કરી રહ્યા છે. જેમાં 6 પ્લાનમાં મામુલી ક્ષતિ હોવાનું જણાતા તે કવેરી પુરી કરવા સૂચના થઇ છે જે એકાદ-બે દિવસમાં પૂર્તના કરી લેવામાં આવશે અને બાદમાં મોટા ભાગે આવતા સપ્તાહમાં એઇમ્સના 6 બિલ્ડીંગ પ્લાન મંજૂર કરી દેવામાં આવશે અને આ 6 બિલ્ડીંગો ઉભા કરવાની કામગીરી વેગવંતી કરવામાં આવશે. બાકી રહેતા તેર પ્લાનોને પણ ઝડપભેર મંજૂર કરી દેવામાં આવનાર હોવાનું પણ જણાવાયું છે.

દરમ્યાન એઇમ્સ ઓથોરીટી દ્વારા રજુ કરાયેલા 19 બિલ્ડીંગ પ્લાનોમાં ઓપીડી, ઓપરેશન થિયેટરો, સુપર સ્પેશ્યાલીટી ક્ધસલ્ટીંગ રૂમો, વિવિધ સારવાર માટેના ખાસ સુવિધાના રૂમો ઉપરાંત એઇમ્સના સ્ટાફ, તબીબો, પેરામેડીકલ સ્ટાફની રહેણાંક કોલોની, વાહન પાર્કિંગની જગ્યા, વાહન ચાલકોના રેસ્ટરૂમ સહિતની અનેકવિધ સુવિધાઓને આવરી લેવામાં આવી હોવાનું અંતમાં જણાવાયું છે.


Related News

Loading...
Advertisement