કેશુભાઇના રાજકીય ઉતાર-ચઢાવ: ભાજપને સત્તા પર પહોંચાડનારા નેતાએ પાર્ટી છોડી પણ હતી

29 October 2020 06:00 PM
Gujarat Keshubhai Patel
  • કેશુભાઇના રાજકીય ઉતાર-ચઢાવ: ભાજપને સત્તા પર પહોંચાડનારા નેતાએ પાર્ટી છોડી પણ હતી

ગુજરાતના ધરખમ નેતા કેશુભાઇ પટેલની રાજકીય કારકિર્દીમાં ઘણા ઉતાર-ચઢાવ આવ્યા હતા. સાત દાયકાની રાજકીય કારકિર્દી દરમિયાન ભાજપને સત્તાની ખુરશીએ પહોંચાડવામાં સિંહ ફાળો હતો. 1995માં પ્રથમ વખત ભાજપના મુખ્યમંત્રી તરીકે તેઓએ સત્તા મેળવી હતી. 1998માં બીજી વખત મુખ્યમંત્રી બન્યા હતા. બન્ને વખતે આખી ટર્મ પૂર્ણ કરી શક્યા ન હતા. 2012માં ભાજપથી નારાજ થઇને ગુજરાત પરિવર્તન પાર્ટી નામના નવા પક્ષની પણ રચના કરી હતી. બે વર્ષમાં ફરી વખત પાર્ટીને ભાજપમાં સામેલ કરી દેવામાં આવી હતી.


Related News

Loading...
Advertisement