દોશી હોસ્પિટલ પાસે ભરવાડ યુવાનની હત્યામાં આરોપીને આજીદન કેદ

29 October 2020 05:59 PM
Rajkot Crime
  • દોશી હોસ્પિટલ પાસે ભરવાડ યુવાનની હત્યામાં આરોપીને આજીદન કેદ

કડુ પહેરવાની સામાન્ય બાબતે યુવાનને આરોપીએ અડધો ડઝનથી વધુ છરીના ઘા ઝીંકી પતાવી દીધો’તો

રાજકોટ તા.29
કડુ પહેરવાની સામાન્ય બાબતે શહેરના દોશી હોસ્પિટલ પાસે થયેલી ભરવાડ યુવાનની હત્યાના ચકચારી બનાવમાં આરોપીને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. આ કેસની વધુ વિગતો મુજબ શહેરના ગોંડલ રોડ ઉપર આવેલી દોશી હોસ્પિટલ પાસે ગત તા.10/8/2015ના રોજ ધવલ છગનભાઇ ટોયટા નામના યુવાનને અડધો ડઝનથી વધુ છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો.

આ હત્યાના ગુનામાં માલવીયા નગર પોલીસે મૃતક ધવલના મિત્ર નાજા બુધાભાઇ સોલંકીની ફરિયાદના આધારે આરોપી રવિ પ્રવિણ સોલંકી (રહે.કલ્યાણનગર-1)ની ધરપકડ કરી હતી. પોલીસે કરેલી પુછપરછમાં મૃતક ધવલ અને મિત્ર કલ્પેશ બંને રાતપાળીમાં કામે જતા હતા ત્યારે રવિ સોલંકી દોશી હોસ્પિટલ પાસે ઉભો હતો અને ધવલ ટોયટાએ પહેરેલ કડુ રવિએ માંગ્યુ હતું. જે કળુ ધવલે નહી આપતા ધવલ અને રવિ વચ્ચે બોલાચાલી થઇ હતી. અંતે આ બનાવ હત્યામાં પરિણમ્યો હતો.

આ કેસમાં તપાસનીસ અધિકારી દ્વારા અદાલતમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી. આ ચાર્જશીટ બાદ સુનાવણીનો પ્રારંભ અદાલતમાં થયો હતો. દોશી હોસ્પિટલ પાસે કડુ પહેરવાની સામાન્ય બાબતે થયેલી ભરવાડ યુવાન ધવલ ટોયટાની હત્યાના ગુનામાં આજે અદાલતે બંને પક્ષોની રજુઆતો સાંભળી હતી. બંને પક્ષોની ધારદાર દલીલોને સાંભળ્યા બાદ એડીશ્નલ સેશન્સ જજ ડી.એ.વોરાએ આરોપીઓને ચકચારી કેસમાં આજીવન કેદની સજા ફટકારી હતી.


Related News

Loading...
Advertisement