દેશમાં કોરોના 80 લાખને પાર પરંતુ ઝડપ ઘટી: આખરી દશ લાખ નોંધાતા પાંચ દિવસ વધુ લાગ્યા

29 October 2020 05:56 PM
India Top News
  • દેશમાં કોરોના 80 લાખને પાર પરંતુ ઝડપ ઘટી: આખરી દશ લાખ નોંધાતા પાંચ દિવસ વધુ લાગ્યા

છેલ્લા 24 કલાકમાં 49881 નવા પોઝીટીવ: 571 મોત: આખરી દશ લાખમાં મૃત્યુઆંક પણ નીચો ગયો

નવી દિલ્હી: દેશમાં કોરોના સંક્રમણે ગઈકાલે જુલાઈ બાદનો સૌથી ઓછા પોઝીટીવ કેસનો રેકોર્ડ બન્યા બાદ બાદ છેલ્લા 24 કલાકમાં ફરી એક વખત નવા કેસ 50000ની નજીક 49881 નોંધાયા છે અને કુલ કેસની સંખ્યા 80 લાખથી વધીને 80,40,203 થઈ છે તો મૃત્યુ આંક 571 સાથે કુલ મૃત્યુ 1,20,527 થયો છે અને હાલ 6,03,687 એકટીવ કેસ છે. દેશમાં કોરોનાની રફતાર ધીમી પડી છે તે નિશ્ર્ચિત થયું છે. 80 લાખથી વધુ કેસ થયા પણ તેમાં 70 લાખથી 80 લાખના આંકડાને પાર કરવામાં કોરોનાને 18 દિવસનો સમય લાગ્યો છે. અગાઉ 60 લાખ માંથી 70 લાખ કેસ ફકત 13 દિવસમાં નોંધાયા હતા. આમ બન્ને 10 લાખ વચ્ચે પાંચ દિવસનો ગેસ વધ્યો છે અને કુલ મૃત્યુ એ 12216 આ 10 લાખના સમયગાળામાં નોંધાયા છે. જે અત્યાર સુધીનો દરેક 10 લાખમાં નીચો આંક છે. દેશમાં પ્રથમ 10 લાખ કેસ કોરોનાના આગમન બાદ 168 દિવસમાં નોંધાયા હતા. બીજા 10 લાખ અને દરેક 10 લાખ 13થી21 દિવસના સમયમાં નોંધાયા છે. પ્રથમ દસ લાખ કેસમાં 25572 મૃત્યુ નોંધાયા હતા. જયારે અંતિમ 10 લાખમાં મૃત્યુની સંખ્યા અડધા જેટલી 12216 થઈ છે. જે રાહતની ખબર છે. દેશના ગુજરાત સહિતના મોટાભાગના રાજયામાં પોઝીટીવ આંક નીચો ગયો છે પણ દિલ્હી, મહારાષ્ટ્ર, કેરાળા હજું પણ ચિંતાનો વિષય છે.


Related News

Loading...
Advertisement