દિવાળી સહિતના તહેવારોને લઇને નવેમ્બરમાં 7 દિ’ બેંક રહેશે બંધ

29 October 2020 05:54 PM
India Top News
  • દિવાળી સહિતના તહેવારોને લઇને નવેમ્બરમાં 7 દિ’ બેંક રહેશે બંધ

આગામી મહિનામાં અનેક જાહેર રજાને લીધે બેંકની કામગીરીને પડશે અસર

નવી દિલ્હી તા.29 : દેશ હવે લોકડાઉન તબકકામાંથી બહાર આવી રહયો છે. પરંતુ તેમ છતા કોરોનાનાં સંક્રમણનું જોખમ ઘટયુ નથી. તેથી દરેકે સંક્રમણનાં જોખમને ઘટાડવા માટે પ્રયાસ કરતુ રહેવુ જોઇએ. શકય હોય ત્યા સુધી ઘરેથી કામ કરવાનો આગ્રહ રાખવો જોઇએ. અન્ય કામોની સરખામણીમાં બેન્ક સાથે સંકળાયેલા કામો અતિ મહત્વના હોય છે. ત્યારે આ કામોની પતાવટ માટે બેન્કોના સમય પત્રકની જાણ હોવી જરૂરી છે. નવેમ્બર માસ શરૂ થવાને આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે નવેમ્બરમાં આવતી રજાની જાણકારી હોવી જરૂરી છે. નવેમ્બરમાં બેન્ક 4 રવિવાર અને બે શનિવાર બંધ રહેશે. નવેમ્બર માસમાં અનેક તહેવારો આવી રહયા છે તેમાં પણ દિવાળી અને ગુરૂનાનક જયંતિ બે મુખ્ય તહેવારો છે. તેવામાં કેન્દ્ર સરકારની રજા તમામ બેન્કો, જાહેર અને ખાનગી ક્ષેત્રમાં લાગુ પડશે. જો કે બેન્કની રજા અલગ-અલગ રાજયમાં અલગ-અલગ હશે.

આ દિવસે બેંકમાં હશે રજા
1 નવેમ્બર - રવિવાર
8 નવેમ્બર - રવિવાર
14 નવેમ્બર - મહિનાનો બીજો શનિવાર/દિવાળી
15 નવેમ્બર - રવિવાર
22 નવેમ્બર - રવિવાર
28 નવેમ્બર - ચોથો શનિવાર
29 નવેમ્બર - રવિવાર
30 નવેમ્બર - ગુરૂનાનક જયંતિ


Related News

Loading...
Advertisement