મેટરનીટી લીવ લેનાર મહિલાની નોકરી છીનવી શકાય નહી: સુપ્રીમ

29 October 2020 05:51 PM
India Top News
  • મેટરનીટી લીવ લેનાર મહિલાની નોકરી છીનવી શકાય નહી: સુપ્રીમ

દિલ્હીની કોલેજને એડ હોક પ્રોફેસરને પુન: સેવામાં લેવા આદેશ: રસપ્રદ વિશ્લેષણ

નવી દિલ્હી; કોઈ મહિલા કર્મચારી બાળજન્મ, સુવાવડ માટે રજા પર જાય તો તેના આધારે તેને નોકરીમાંથી દુર કરી શકાય નહી. સર્વોચ્ચ અદાલતે દિલ્હી યુનિ.ના અરબિન્દો કોલેજના એડ હોક ડયુટી પર નોકરી કરતા મહિલા કર્મચારીએ મેટરનીટી લીવ લેતા તેની નોકરી સમાપ્ત કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે તે આદેશ રદ કરી મેટરનીટી લીવના લાભ સાથે તે મહિલા પ્રોફેસરને ફરી નોકરીમાં લેવાના આદેશ આપતા જણાવ્યું કે માતા બનવાની મહિલાઓની કાર્યક્ષમતા કોઈ રીતે ઘટતી નથી. અગાઉ હાઈકોર્ટ પણ આ મહિલા પ્રોફેસરની તરફેણમાં ચૂકાદો આપ્યો હતો પણ યુનિ. સતાવાળાઓએ તેની સામે સુપ્રીમમાં રીટ કરી તે સંદર્ભમાં સર્વોચ્ચ અદાલતે રૂા.50000નો દંડ પણ કોલેજને ફટકાર્યો હતો. સર્વોચ્ચ અદાલતે હાઈકોર્ટના ચૂકાદાની પ્રશંસા કરી હતી. જેમાં જણાવાયું કે કોઈપણ મહિલાને તેની નોકરી અને માતા બનવાનો વિકલ્પ પસંદ કરવા જણાવી શકાય નહી. જો તે માતા બનશે તો તેની નોકરી જશે તેવું વલણ સ્વીકાર્ય બની શકે નહી.


Related News

Loading...
Advertisement