કોરોનાગ્રસ્ત વૃધ્ધો માટે બીસીજી રસી અસરકારક : આઇસીએમઆરનો રીપોર્ટ

29 October 2020 05:49 PM
India Top News
  • કોરોનાગ્રસ્ત વૃધ્ધો માટે બીસીજી રસી અસરકારક : આઇસીએમઆરનો રીપોર્ટ

નવી દિલ્હી તા.29 : કોરોનાનું સંક્રમણ ઓછી રોગપ્રતિકારક શકિત ધરાવતા ખાસ કરીને વૃધ્ધોને મહતમ અસર કરી રહયુ છે. હાલ તબકકે કોરોનાની કોઇ રસી ન હોય વૃધ્ધો પર બીસીજી રસીનો પ્રયોગ કરવામાં આવી રહયો છે. જે મહદઅંશે સફળ રહયાનો આઇસીએમઆરના વૈજ્ઞાનિકો દાવો કરી રહયા છે.

આઇસીએમઆરનાં વૈજ્ઞાનિકો સ્વસ્થ વૃધ્ધ વ્યકિતઓને બીસીજીની રસી આપી તેમાં રોગ પ્રતિકારક શકિતનાં કોષો તથા એન્ટીબોડી લેવલ ચકાસી રહયા છે. આ તમામની ઉંમર 60 થી 80 વર્ષની વચ્ચે છે. ઇમ્યુનિટી સેલ્સની સાથે, બી સેલ, શ્વેત રકતકણો અને એન્ટીજન લેવલ બીસીજી રસી આપ્યાના 1 માસ પછી ચકાસવામાં આવી રહયુ છે. આ તમામ કોરોનાગ્રસ્ત દર્દીઓ છે જેમની ઉંમર 60 થી 80 વર્ષની વચ્ચે છે.

વૃધ્ધ લોકો કે જેમની ઉંમર 60 વર્ષથી વધુ હોય તથા ડાયાબિટીસ, હાયપરટેન્શન, કાર્ડીયાક તથા કિડની જેવા રોગો (કોમો ર્બિડીટી) થી પીડાતા હોય તેમને હાઇ રિસ્ક ગૃપમાં ઉમેરવામાં આવે છે. તેમનામાં કોરોનાનું સંક્રમણ જોખમ ઉભુ કરી શકે છે તથા કોરોનાથી થતા મૃત્યુમાં આ વય ગૃપનાં મહતમ લોકોનો સમાવેશ થાય છે.
સામાન્ય રીતે બીસીજી વેકિસન નવજાત બાળકોને આપવામાં આવે છે.

હાલમાં ચાલી રહેલા અભ્યાસમાં સામે આવ્યુ છે કે બીસીજીરસી મેમરી સેલમાં વધારો કરે છે સાથેજ વૃધ્ધોમાં એન્ટીબોડીનું ઉત્પાદન પણ વધારે છે. જુલાઇથી સપ્ટેમ્બર સુધીમાં 86 લોકો પર અભ્યાસ કરવામાં આવ્યો છે. જેમાં પ4ને રસી અપાઇ હતી. રસી આપેલ તમામ દર્દીઓનું 1 મહિના પછી ફોલોઅપ લેવામાં આવ્યુ હતુ. અગાઉ ઇન્ડોનેશિયા, જાપાન અને યુરોપમાં બીસીજી પર કરવામાં આવેલા સંશોધનમાં પણ બીસીજીની અસરકારકતા માલુમ પડી હતી.


Related News

Loading...
Advertisement