બે વખત મુખ્યમંત્રી બન્યા પણ ટર્મ પૂરી કરી શક્યા નહીં : 2007 અને 2012માં ભાજપ સામે મોરચો માંડયો પરંતુ સફળ ન થયા

29 October 2020 05:35 PM
Gujarat Keshubhai Patel
  • બે વખત મુખ્યમંત્રી બન્યા પણ ટર્મ પૂરી કરી શક્યા નહીં : 2007 અને 2012માં ભાજપ સામે મોરચો માંડયો પરંતુ સફળ ન થયા
  • બે વખત મુખ્યમંત્રી બન્યા પણ ટર્મ પૂરી કરી શક્યા નહીં : 2007 અને 2012માં ભાજપ સામે મોરચો માંડયો પરંતુ સફળ ન થયા

2014માં કેશુભાઈએ રાજકીય સન્યાસ લીધો હતો : ધારાસભ્યપદ છોડયું હતું :2014માં વિસાવદર બેઠક છોડી પણ પુત્ર ભરત પટેલને ધારાસભ્ય બનાવી શક્યા નહીં

ગાંધીનગર, તા. 29
2001માં ગુજરાતમાં આવેલા ભયાનક ભૂકંપને પગલે કેશુભાઈ સરકાર હચમચી હતી. ખાસ કરીને રાહત અને બચાવમાં સરકારની કામગીરી સામે અનેક પ્રશ્નો ભાજપ મોવડી મંડળે રાજ્યમાં 2002ની ધારાસભા ચૂંટણી આવી રહી હોવાથી ડેમેજ કંટ્રોલના ભાગરુપે નેતૃત્વ પરિવર્તન કરવાનું નક્કી કરતાં જ શ્રી કેશુભાઈ પટેલને રાજીનામું આપવાની ફરજ પડી હતી અને તેમના સ્થાને વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતનું સુકાન સંભાળ્યું હતું. શ્રી પટેલ બાદમાં રાજ્યસભાના સભ્ય બન્યા હતા અને છ વર્ષ સુધી તેઓએ આ ભૂમિકા નિભાવી હતી પરંતુ બાપા સતત એવું મહેસૂસ કરી રહ્યા હતા કે ભાજપ મોવડી મંડળ દ્વારા તેમને અન્યાય કરવામાં આવ્યો છે.


શ્રી કેશુભાઈ પટેલે પોતાની જીવન ભાજપના સમર્પિત કર્યું હતું અને ગુજરાતમાં તેઓ તથા રાજકોટમાં તેમના સાથીદાર સ્વ. અરવિંદભાઈ મણીયાર, સ્વ. ચીમનભાઈ શુક્લ તથા હાલના કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળા સાથે રહીને તેઓએ રાજકોટ ભાજપને ગુજરાત ભાજપનું પાવર હાઉસ બનાવ્યું. તથા કટોકટી સહિતના સમયે પણ તેઓએ જેલવાસ ભોગવ્યો હતો. તે સમયની કોંગ્રેસ સરકાર સામે મજબૂત લડત આપીને ભાજપને રાજ્યમાં મુખ્ય પક્ષ તરીકે સ્થાપ્યો હતો અને તેઓ 1995 તથા 1998 એમ બે વખત રાજ્યના મુખ્યમંત્રી પદે રહ્યા હતા પરંતુ 2001માં તેઓએ રાજીનામું આપ્યું. કેશુભાઈ બેમાંથી એકપણ ટર્મ પૂરી શક્યા નહીં અને બાદમાં તેઓએ 2007 અને 2012ની ગુજરાતની ચૂંટણીમાં એક અલગ મંચ રચીને ભાજપ સામે પડકાર ફેંક્યો હતો.


2007માં તેઓએ પાટીદાર મંચ રચ્યો અને 2012મા્ં ગુજરાત પરિવર્તન પાર્ટીની સ્થાપના કરી હતી. તે ચૂંંટણીમાં તેઓ પોતે વિસાવદરથી ચૂંટાયા હતા અને હાલ જ્યાં પેટાચૂંટણી યોજાઈ રહી છે તે ધારીની બેઠક નલીન કોટડીયાએ કબજે કરી હતી પરંતુ ે2014માં તેઓએ પોતે વિધાનસભામાંથી રાજીનામું આપ્યું અને જીપીપીનું ભાજપમાં વિલીનીકરણ કર્યું.


શ્રી કેશુભાઈ પટેલના સ્થાને તેમના પુત્ર ભરત પટેલને વિસાવદરથી કમળના નિશાન પર લડાવ્યા હતા પરંતુ તેમનો પરાજય થતાં કેશુભાઈ પરિવારનો રાજકારણનો અંત આવી ગયો હતો અને કેશુભાઈ પણ રાજકારણમાંથી નિષ્ક્રિય થઇ ગયા. પરંતુ તેઓ સોમનાથ ટ્રસ્ટના ચેરમેન તરીકે છેલ્લે સુધી કામ કરતા રહ્યા હતાં.


Related News

Loading...
Advertisement