ખાદ્યતેલોના ભાવ સતત ઘટવા લાગ્યા: સીંગતેલમાં ડબ્બે રૂા.20નો ઘટાડો

29 October 2020 05:34 PM
Rajkot
  • ખાદ્યતેલોના ભાવ સતત ઘટવા લાગ્યા: સીંગતેલમાં ડબ્બે રૂા.20નો ઘટાડો

મગફળીના ભાવ પણ રૂા.1100થી નીચે ઉતરી ગયા

રાજકોટ તા.29
ખાદ્યતેલોમાં બેફામ તેજીનો ઉહાપોહ સર્જાયા બાદ હવે ભાવો પાછા પડવા લાગ્યા હોય તેમ આજે સતત બીજા દિવસે ઘટાડો હતો. સીંગતેલમાં ડબ્બે રૂા.20 નીકળી ગયા હતા. રાજકોટમાં સીંગતેલ દસ કિલો લુઝનો ભાવ 1350 થી ઘટીને આજે 1325 થયો હતો. ટેકસપેઈડ ડબ્બાના 2340 થી ઘટીને 2300 થી 2320 હતા. કપાસીયાતેલ લુઝ પણ ઘટીને 925 થી 930 થયુ હતું. વેપારીઓના કહેવા પ્રમાણે ખાદ્યતેલોમાં ઘરાકી સાવ ઓછી છે. સામા વેચવા પણ વધી ગઈ છે. મગફળીના ભાવઘટાડાનો પણ પડઘો ચે. દસ કિલો લુઝનો ભાવ બે દિવસ પુર્વે 1425 સુધી પહોંચી ગયો હતો. તે બે જ દિવસમાં હવે 1325 થઈ ગયો છે. મગફળીના ભાવ ઘટયાનો પણ પ્રત્યાઘાત ગણાવાય છે.
મગફળીની આવકોથી મોટાભાગના માર્કેટયાર્ડ ચિકકાર છે. રાજકોટ યાર્ડમાં આવક બંધ જ હતી. પડતર માલની હરરાજી હતી. વેપારી સૂત્રોના કહેવા પ્રમાણે મગફળીને ભાવ 1100 તી નીચે ઉતરી ગયા છે. બે દિવસ પુર્વે 1140-1150 વાળ ભાવ આજે 1050 થી 1075 જેવા હતા.


Related News

Loading...
Advertisement