આવતીકાલથી સરકારી કચેરીઓમાં સળંગ ત્રણ દિવસની રજા: મિની વેકેશનનો માહોલ

29 October 2020 05:33 PM
Rajkot
  • આવતીકાલથી સરકારી કચેરીઓમાં સળંગ ત્રણ દિવસની રજા: મિની વેકેશનનો માહોલ

અપ-ડાઉન કરતા અનેક કર્મચારીઓ આજે બપોરે જ ઉપડી ગયા!

રાજકોટ તા.29
આવતીકાલ તા.30થી1 સુધી સળંગ ત્રણ દિવસની રજા આવતી હોય આ રજાનાં પગલે આજ બપોરથી જ રાજકોટની અનેક સરકારી કચેરીઓમાં મિની વેકશનનો માહોલ છવાઈ જવા પામ્યો હતો. આવતીકાલ તા.30નાં રોજ ઈદે મિલાદ, તા.31 નાં રોજ સરદાર વલ્લભભાઈ પટેલ જયંતિ અને તા.1નાં રોજ રવિવાર સહીત સળંગ ત્રણ રજાઓ આવી રહી છે. આ મીની વેકેશનનો માહોલ આજે ખાસ કરીને બહુમાળી ભવન સહિતની જુદીજુદી સરકારી કચેરીઓમાં નજરે ચડયો હતો. આવતીકાલથી સળંગ ત્રણ દિવસની રજા હોય આજે બપોર બાદ જ ખાસ કરીને અપડાઉન કરતા અનેક સરકારી કચેરીઓનાં કર્મચારી અને અધિકારી ઘર ભણી હંકારી ગયા હતા. આથી અનેક સરકારી ઓફીસોમાં આજે બપોર બાદ ઉડે-ઉડેનો માહોલ નજરે પડયો હતો.


Related News

Loading...
Advertisement