સાત માસ બાદ ટુ અને ફોર વ્હીલર માટે જિલ્લા આર.ટી.ઓ. દ્વારા નંબરોની નવી સિરીઝ બહાર પાડી

29 October 2020 05:30 PM
Rajkot
  • સાત માસ બાદ ટુ અને ફોર વ્હીલર માટે જિલ્લા આર.ટી.ઓ. દ્વારા નંબરોની નવી સિરીઝ બહાર પાડી

સ્કૂટર માટે એલ.ક્યુ. અને કાર માટે એલ.આર. સિરીઝમાં પસંદગીના નંબરો મેળવવા ઓનલાઇન અરજીઓ મંગાવાઇ

રાજકોટ, તા.29
રાજકોટ જિલ્લા આર.ટી.ઓ. તંત્રએ સાત માસના લાંબા ગાળા બાદ ટુ-વ્હીલર માટે એલ.ક્યુ. અને ફોર વ્હીલર માટે એલ.આર. નવા નંબરની સીરીઝની જાહેરાત કરી છે અન્ટુ તથા ફોર વ્હીલર માટે પસંદગીના નંબરો મેળવવા ઓનલાઇન અરજીઓ મંગાવી છે.

આ અંગે જિલ્લા આરટીઓ કચેરીના જણાવ્યા મુજબ મોટર સાયકલ પ્રકારના વાહનો માટે જીજે-3-એલક્યુ સીરીઝના 1 થી 9999 નંબરોની સીરીઝ તથા અગાઉની સીરીઝના બાકી રહેતા ગોલ્ડન-સિલ્વર નંબરો માટેની સીરીઝ ઇ-ઓકશન થી શરૂ કરવામાં આવનાર છે. ગુજરાત મોટર વાહન નિયમ-1989 નિયમ 43 એકસમાં સુધારો થયા મુજબ ગોલ્ડન નંબરો થતા સિલ્વર નંબરોની ઓકશન (હરાજી)થી ફાળવવાનું નકકી થયેલ છે જેથી આ પ્રકારના ગોલ્ડન નંબરો તથા સિલ્વર નંબરો તથા અન્ય પસંદગી નંબરો મેળવવા ઇચ્છતા વાહન માલીકો પાસેથી ઓનલાઇન અરજી કરવાની રહેશે.

ગોલ્ડન નંબરની મોટર સાયકલ પ્રકારના વાહનોમાં ઓછામાં ઓછી ફી (અપસેટ પ્રાઇઝ) રૂા.5000 છે. સિલ્વર નંબર મોટર સાયકલ પ્રકારના વાહનોમાં ઓછામાં ઓછી કિંમત રૂા.2000 છે.ગોલ્ડન, સિલ્વર સિવાયના અન્ય પસંદગીના નંબરોમાં મોટર સાયકલ પ્રકારના વાહનોમાં ઓછામાં ઓછી કિંમત રૂા.1000 છે. ગોલ્ડન-સિલ્વર તથા અન્ય પસંદગીના નંબરોના ઓકશનમાં ભાગ લેવા માટે સેલ ઇનવોઇસની તારીખ અથવા વિમાની તારીખ તે બેમાંથી જે વહેલું હોય તે તારીખથી સાત દિવસ સુધીમાં ફોર્મ સીએનએમાં અરજી કરનારને અરજી કર્યા તારીખથી 60 દિવસ સુધી પસંદગીના નંબર માટેના ઓકશનમાં ભાગ લઇ શકશે.

ગોલ્ડન-સિલ્વર નંબરો મેળવવા માટે તા.1-11 થી તા.5-11 સુધી ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવાનું રહેશે તથા તા.6-11ના રોજ સવારે 11 કલાક થી તા.6-11ના સાંજના 4 કલાક સુધી ઓનલાઇન ઇ-ઓકશન ખુલ્લું રહેશે તથા તા.6-11ના રોજ સાંજના 5-00 કલાકે કોમ્પ્યુટર દ્વારા જનરેટ કરેલ ઇ-ઓકશનનું પરિણામ નોટીસ બોર્ડ પર મુકવામાં આવશે તેમજ પરિવહન સાઇટ પર ઓનલાઇન પણ જોઇ શકાશે. ગોલ્ડન-સિલ્વર તથા અન્ય પસંદગી નંબરો ઓકશન બાદ સફળ અરજદારોનું લીસ્ટ તથા અસફળ અરજદારોનું લીસ્ટ કોમ્પ્યુટર દ્વારા જનરેટ થશે.

તેમજ ફોર વ્હીલર પ્રકારના વાહનો માટે જીજે-3-એલઆર સીરીઝના 1 થી 9999 નંબરોની સીરીઝ તથા અગાઉની સીરીઝના બાકી રહેતા ગોલ્ડન-સિલ્વર નંબરો માટેની સિરિઝ ઇ-ઓકશનથી શરૂ કરવામાં આવનાર છે. ગોલ્ડન નંબરની મોટર સાયકલ પ્રકારના વાહનોમાં ઓછામાં ઓછી ફી (અપસેટ પ્રાઇઝ) રૂા.25000 છે.સિલ્વર નંબર મોટર સાયકલ પ્રકારના વાહનોમાં ઓછામાં ઓછી કિંમત રૂા.10000 છે. ગોલ્ડન, સિલ્વર સિવાયના અન્ય પસંદગીના નંબરોમાં મોટર સાયકલ પ્રકારના વાહનોમાં ઓછામાં ઓછી કિંમત રૂા.5000 છે.

ગોલ્ડન-સિલ્વર તેમજ બાકી રહેતા અન્ય પસંદગીના નંબરો મેળવવા માટે તા.6-11 થી તા.10-11 સુધી ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવાનું રહેશે તથા તા.11-11ના રોજ સવારે 11 કલાક થી તા.12-11ના સાંજના 4 કલાક સુધી ઓનલાઇન ઇ-ઓકશન ખુલ્લું રહેશે તથા તા.12-11ના રોજ સાંજના 5 કલાકે કોમ્પ્યુટર દ્વારા જનરેટ ઇ-ઓકશનનું પરિણામ નોટીસ બોર્ડ પર મુકવામાં આવશે તેમજ પરિવહન સાઇટ પર ઓનલાઇન પણ જોઇ શકાશે. ગોલ્ડન સિલ્વર તથા અન્ય પસંદગી નંબરો ઓકશન બાદ સફળ અરજદારોનું લીસ્ટ તથા અસફળ અરજદારોનું લીસ્ટ કોમ્પ્યુટર દ્વારા જનરેટ થશે.

ગોલ્ડન તથા સિલ્વર નંબરની ઓકશનની પ્રક્રિયા દરમિયાન વાહન સોફટવેરમાં તથા અન્ય કોઇ ટેકનીકલ અનિયમિતતા ઉભી થશે તેનું યાંત્રિક નિવારણ થયા બાદ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. પસંદગી નંબર માટે બાબતે કોઇ વિવાદ હશે તો તેવા કિસ્સામાં પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રીએ લીધેલ નિર્ણય આખરી રહેશે.


Related News

Loading...
Advertisement