ધાર્યા કરતાં વધુ ઝડપે અર્થતંત્રની ગાડી પાટે ચડી રહી છે : મોદી

29 October 2020 05:28 PM
India
  • ધાર્યા કરતાં વધુ ઝડપે અર્થતંત્રની ગાડી પાટે ચડી રહી છે : મોદી

પાંચ સૂચકાંકોને ટાંકી વડાપ્રધાને આશાવાદ દર્શાવ્યો : કૃષિ કાયદાઓ હોય કે કોરોના મહામારી; વિપક્ષ અમને યશ મળે તેવું નથી ઇચ્છતો : કોરોના પછીની નવી વૈશ્વીક વ્યવસ્થામાં ભારત મેન્યુફેચરિંગ, સપ્લાય ચેઇનમાં અગ્રેસર છે : લોકડાઉન અને અનલોકિંંગના નિર્ણયો સમયસર લીધા હોવાથી ઘણાંના જીવન બચી ગયાનો દાવો

નવી દિલ્હી,તા. 29
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જણાવ્યા મુજબ અર્થતંત્રની ગાડી ધાર્યા કરતા વધુ ઝડપે પાટા પર આવી છે અને તાજેતરમાં લેવાયેલા આર્થિક સુધારાના પગલાં વિશ્ર્વને સંકેત આપે છે કે નૂતન ભારત બજાર અને બજારના પરિબળોમાં માને છે.

કોવિડ 19 મહામારી નીકળ્યા પછી આપેલી એક લાંબી મુલાકાતમાં મોદીએ વાયરસ સામેની લડાઈ અને અર્થતંત્રની હાલત પર ધ્યાન આપ્યું હતું. ભારતને પ્રથમ પંક્તિના મેન્યુફેકચરિંગ અને ઇન્વેસ્ટમેન્ટ ડેસ્ટિનયાન બનાવવા સુધારા તરફ આગળ વધવા તેમની સરકાર પ્રતિબધ્ધ હોવાનું તેમણે જણાવ્યું હતું. તેમણે મૂડીસના રિપોર્ટને ટાંકી જણાવ્યું હતું કે 2020માં અમેરિકાના 154 ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટો ભારતમાં આવ્યા છે.

એ સામે ચીનમાં 86, વિયેતનામમાં 12 અને મલેશિયામાં 15 પ્રોજેક્ટ આવ્યા છે. ભારતની ગ્રોથસ્ટોરી આગળ વધવાની છે એમાં વૈશ્ર્વિક વિશ્ર્વાસનો આ સ્પષ્ટ સંકેત છે.
ચીનનું નામ લીધા વગર તેમણે જણાવ્યું હતું કે મહામારી પછીની નવી વૈશ્ર્વિક વ્યવસ્થામાં ભારત મેન્યુફેકચરીંગ અને સપ્લાય ચેઇનના એકીકરણથી ભારત સવાર થશે. તેમણે જણાવ્યું હતું કે ભારત અન્યોની નુકસાનીમાંથી ફાયદો મેળવવામાં માનતું નથી, પરંતુ ભારતને ડેમોગ્રાફી અને ડીમાન્ડનો વિશિષ્ટ ફાયદો છે.

ભારતમાં મહામારી અને સંક્રમણ રોકવાના પગલાં વિષે બોલતાં મોદીએ જણાવ્યું હતું કે લોકડાઉન અને અનલોક બંનેનો નિર્ણય સરકારે સમયસર લીધો હતો. લોકડાઉનના કારણે ઘણાના જીવન બચાવી શકાયા છે. ભારતે પ્રતિરોધક, સક્રિય, ક્રમશ: સમગ્ર સરકાર અને સમગ્ર સમાજનો અભિગમ અપનાવ્યો હતો. ભારતે વિજ્ઞાન આધારિત અભિગમ અપનાવ્યો હતો. મોદીએ જણાવ્યું હતું કે અમારું ધ્યાન સહેલાઈથી શિકાર બને તેવા લોકોનું જીવન બચાવવા પર હતું.

વડાપ્રધાને અર્થતંત્ર બાબતે સકારાત્મક દ્રષ્ટિકોણ રજૂ કરતાં જણાવ્યું હતું કે ભારત રિકવરીના પંથે છે. તેમણે કૃષિ, એફડીઆઈ ફલો, મેન્યુફેકચરીંગમાં સ્થિર વૃધ્ધિ, ઓટો સેલ્સ અને ઈપીએફઓ સભ્યોની સંખ્યામાં વધારો એમ પાંચ નિર્દેશકો પર પ્રકાશ ફેંક્યો હતો. તાજેતરના કૃષિ કાયદાઓ વિષે તેમણે જણાવ્યું હતું કે નિષ્ણાંતો આવા સુધારા માટે લાંબા સમયથી હિમાયત કરી રહ્યા છે. વિપક્ષોની સમસ્યા એ છે કે તે અમને યશ મળે તેવું ઇચ્છતા નથી.

મહામારી તરફ સરકારના અભિગમની ટીકા કરી રહેલા લોકોની તેમણે ઝાટકણી કાઢી હતી. આ માત્ર અમને યશ આપવાનો ઇનકાર કરવાનો પ્રયાસ છે. આપણી હાલની સંકમણ સંખ્યા તરફ જોવા સાથે આપણે માર્ચમાં નિષ્ણાંતોએ કરેલી મોટી સંખ્યામાં સંક્રમણની આગાહી પણ ધ્યાનમાં રાખવી જોઇએ. રાજ્યોને જીએસટી વળતર મામલે વડાપ્રધાને જણાવ્યું હતું કે સર્વસંમતીથી બની રહી છે.

તેમણએ આક્ષેપ કર્યો હતો કે યુપીએ વખતમાં વેટએ સીએસટીનુ સ્થાન લીધું ત્યારે તેમણે રાજ્યોને વળતર આપવા ખાતરી આપી હતી. તેમણે ખાતરી છતાં એક નહીં પણ પાંચ વર્ષ સુધી રાજ્યોને વળતર આપવાનો ઇન્કાર કર્યો હતો. આ કારણોથી યુપીએ શાસનમાં રાજ્યો જીએસટી માળખા માટે તૈયાર નહોતા.


Related News

Loading...
Advertisement