..ત્યારે કેશુભાઇએ ફિલ્મી સ્ટાઇલથી ગુંડા લાલિયા દાદાને જાહેરમાં જુડી નાખેલો

29 October 2020 05:27 PM
Rajkot Keshubhai Patel
  • ..ત્યારે કેશુભાઇએ ફિલ્મી સ્ટાઇલથી ગુંડા
લાલિયા દાદાને જાહેરમાં જુડી નાખેલો

કેશુભાઇની બહાદુરીથી ઓવારી ગયેલા લોકોએ પરાણે ચૂંટણીમાં ઉભા રાખી તેમને કાઉન્સીલર બનાવેલા

રાજકોટ, તા.29
કેશુભાઇને આપણે કુશળ નેતા તરીકે ઓળખીએ છીએ પણ તેમના જીવનમાં બહાદુરીના પ્રસંગો પણ છે. આજે જ્યારે જાહેરમાં કોઇ ઝઘડતું હોય ત્યારે આપણા કેટલા ટકા એવું વિચારીને સૌ ભાગી જાય છે ત્યારે રાજકોટમાં એક જમાનામાં કેશુભાઇએ લાલિયાદાદા તરીકે ઓળખાતા ગુંડાની જાહેરમાં લાકડી વડે ધોલાઇ કરી હતી.
તેમની આ બહાદુરીથી ખુશ લોકોએ કેશુભાઇને પરાણે કાઉન્સીલરની ચૂંટણીમાં ઉભા રાખીને જીતાડ્યા હતા. આ પ્રસંગની વિગત એવી છે કે રાજકોટમાં એક જમાનામાં કેશુભાઇ સાયકલ પર સંઘની ઓફિસે જઇ રહ્યા હતા ત્યારે તેમણે જોયું કે લાલિયાદાદા નામનો એક ગુંડો સદર બજારમાં એક વ્યકિતને ખુબ મારી રહ્યો હતો. આ દ્રશ્યો કેશુભાઇ ન જોઇ શક્યા તેમણે તરત સંઘની લાકડી વડે લાલીયા દાદાને જુડી નાખ્યો હતો અને લાલીયો ઉભી પૂછડીયે ત્યાંથી ભાગ્યો હતો. આ ઘટના બાદ એકત્ર થયેલા લોકોએ કેશુભાઇને ખભે બેસાડી રાજકોટમાં સરઘસ કાઢયું હતું ત્યારબાદ રાજકોટની નગરપાલિકાની ચૂંટણી આવી તો રાજકોટવાસીઓએ ભેગા થઇને કેશુભાઇને પરાણે કાઉન્સીલરની ચૂંટણીમાં ઉભા રાખ્યા અને તેઓ જનસંઘમાં કાઉન્સીલર તરીકે ચૂંટાઇ આવ્યા હતાં.


Related News

Loading...
Advertisement