આગામી ત્રણ વર્ષમાં ડિઝીટલાઇઝેશન પાછળ 68 ખર્વ ડોલર ખર્ચાશે

29 October 2020 05:25 PM
India
  • આગામી ત્રણ વર્ષમાં ડિઝીટલાઇઝેશન પાછળ 68 ખર્વ ડોલર ખર્ચાશે

વૈશ્વીક અર્થ વ્યવસ્થામાં ડિઝીટલાઇઝેશનની મહત્વની ભૂમિકા: કારોબારની પદ્ધતિ બદલાઇ જશે

નવી દિલ્હી, તા.29
વૈશ્વીક અર્થ વ્યવસ્થાના વિકાસમાં ડિઝીટલાઇઝેશનની મહત્વની ભૂમિકા છે. ઇન્ટરનેશનલ ડેટા કોર્પોરેશન (આઇડીસી)નું કહેવું છે કે આવનારા સમયમાં દુનિયાભરની અર્થ વ્યવસ્થાઓનું આ બાબત પર જોર રહેશે આનું કારણ એ છે કે આગામી ત્રણ વર્ષમાં અર્થાત 2020 થી 2023 દરમિયાન ઇન્ફોર્મેશન ટેકનોલોજી ઉપર 68 ખર્ચ ડોલર (6.8 ટ્રિલીયન ડોલર)નો ખર્ચ થશે. રિસર્ચ ફર્મે વર્ષ 2021 તેમજ તેનાથી આગળ માટે આઇટી ઉદ્યોગના પૂર્વાનુમાનમાં જણાવ્યું છે કે વૈશ્વીક મહામારીના કારણે 2020માં અનેક મુશ્કેલીઓ આવી છે, જો કે અનેક બાહય કારણો પરિવર્તનના વાહક પણ બન્યા છે. આ પરિવર્તનની સાથે આંતર રાષ્ટ્રીય અર્થ વ્યવસ્થાની ડીઝીટલ સફર ચાલુ રહેશે અને વર્ષ 2022 સુધીમાં વૈશ્વીક જીડીપીનો 65 ટકા ભાગ ડિઝીટલ થઇ જશે. મોટા ભાગના ઉત્પાદન અને સેવાઓ ડિઝિટલ મોડ પર આધારિત રહેશે. આઇડીસીનું અનુમાન છે કે 2021ના અંત સુધીમાં 10 ટકા જાહેર સાહસો કલાઉડ આધારિત પાયાના માળખા અને કાર્યપદ્ધતિને અપનાવશે. ડિઝીટલાઇઝેશન આ પ્રક્રિયાના કારણે 2024થી 80 ટકા જાહેર સાહસો પોતાને પુરવઠો પુરો પાડનારાઓ, સેવા આપનારાઓ અને ભાગીદારો સાથે સંબંધોને બહેતર બનાવી શકશે.


Related News

Loading...
Advertisement