ઇન્ટરનેટના તાણાવાણાથી વિશ્વ ગુંથાયું!

29 October 2020 05:20 PM
World
  • ઇન્ટરનેટના તાણાવાણાથી વિશ્વ ગુંથાયું!

આજે વિશ્વ ઇન્ટરનેટ-ડે : આજે ઇન્ટરનેટ માનવ જાતનું અંગ બની ગયું છે: મનોરંજન, જ્ઞાન-વિજ્ઞાન, વેપાર, નોકરી, અભ્યાસ સંપર્ક વગેરે મામલે ઇન્ટરનેટ આજે અનિવાર્ય માધ્યમ બન્યું છે: ઇન્ટરનેટનો વિશ્ર્વમાં આરંભ 29 ઓકટોબર-1969માં થયેલો

નવી દિલ્હી, તા.29
આજે 29 ઓકટોબરે વિશ્વમાં ઇન્ટરનેટ-ડે ઉજવવામાં આવે છે. દુનિયામાં 29મી ઓકટોબર 1969માં ઇન્ટરનેટનો પ્રારંભ થયો હતો આથી વર્ષ 2005થી વિશ્વમાં દર વર્ષે ઇન્ટરેટ-ડે ઉજવવામાં આવે છે. આજે ઇન્ટરનેટ માનવ સમાજનું મહત્વનું અંગ બની ગયું છે. ઇન્ટરનેટની આંતર જાળના તાણાવાણામાં અત્યારે આખી દુનિયા જોડાઇ ગઇ છે આજે ઇન્ટરનેટ વિનાના વિશ્વની કલ્પના નથી થઇ એક અર્થમાં ઇન્ટરનેટે વિશ્વને ગ્લોબલ વિલેજ બનાવી દીધું છે.

લોકડાઉનમાં ઇન્ટરનેટે જ વિખુટા લોકોને એક બીજાના સંપર્કમાં રાખ્યા હતા. આ સમયગાળામાં ઇન્ટરનેટનો ઉપયોગકર્તાઓની સંખ્યા વધી હતી. હાલ દરેક ઘરમાં અભ્યાસ, મનોરંજન, વેપારથી માંડીને નોકરી શોધવા અને ઘર બેઠા નોકરી-કામ કરવા, આર્થિક લેવડ-દેવડમાં ઇન્ટરનેટનો ઉપયોગ થાય છે. રસપ્રદ બાબત એ છે કે બેરોજગારોને નોકરી શોધવા માટે ઓફિસોના ચક્કર કાપવાની જરૂર નથી કે નવું સ્ટાર્ટઅપ શરૂ કરનારને પોતાનો સામાન વેચવા કે સેવા આપવા માટે બજારમાં ભટકવું નથી પડતું બલ્કે ઇન્ટરનેટના માધ્યમથી આ કામ થઇ જાય છે.

દેશમાં લોકડાઉન દરમિયાન ઘરમાં રહીને મોટી સંખ્યામાં લોકોએ વર્ક હોમ કર્યું હતું. બાળકો માટે ભણતરથી માંડીને મનોરંજન માટે પણ ઇન્ટરનેટ માધ્યમ બન્યું. આ પરિસ્થિતિમાં મોટી સંખ્યામાં લોકોએ બ્રોડબેન્ડ કનેકશન પણ લીધું હતું. ઇન્ટરનેટે ક્રિએટીવીટીના અનેક નવા રસ્તા ખોલ્યા છે. લોકડાઉન દરમિયાન લોકોએ ટિકટોક પર અનેક વીડિયો પણ બનાવ્યા હતા. સોશિયલ વેબસાઇટ પર લોકો પોતાના મિત્રો અને પરિચિતો સાથે પણ જોડાયેલા રહ્યા. જો ઇન્ટરનેટ ન હોત તો આ બધું સંભવ ન બનત.


Related News

Loading...
Advertisement