રેસકોર્ષમાં પ્રેકટીસ માટે નવો ‘મીની સ્વીમીંગ પુલ’; મેળાનું મેદાન ‘બ્યુટીફુલ’ બનાવાશે

29 October 2020 04:55 PM
Rajkot
  • રેસકોર્ષમાં પ્રેકટીસ માટે નવો ‘મીની સ્વીમીંગ પુલ’; મેળાનું મેદાન ‘બ્યુટીફુલ’ બનાવાશે
  • રેસકોર્ષમાં પ્રેકટીસ માટે નવો ‘મીની સ્વીમીંગ પુલ’; મેળાનું મેદાન ‘બ્યુટીફુલ’ બનાવાશે

10.42 કરોડના ખર્ચે નવા કામના આયોજન : આર્ટ ગેલેરી-પ્લેનેટોરીયમના રીનોવેશન માટે ટેન્ડર પ્રક્રિયા : હોકી-વોલીબોલ વચ્ચે વ્યુઇંગ ગેલેરી બનશે : હરીયાળી માહિતી જાહેર કરતા મેયર, સ્ટે. અને બાંધકામ ચેરમેન

રાજકોટ, તા.29
રાજકોટની આન-બાન-શાન જેવા રેસકોર્ષ મેદાનમાં રહેલી હયાત રમત ગમતની સુવિધા વધુ અપડેટ કરવા અને અન્ય ઘણી નવી સુવિધા ઉભી કરવા મહાપાલિકાએ તૈયારી કરીને ટેન્ડર પ્રક્રિયાઓ શરૂ કરાવી દીધી છે. રેસકોર્ષમાં પ્રેકટીસ માટે નાનો સ્વીમીંગ પુલ બનાવવાથી માંડી પેરેન્ટસ માટે વ્યુઇંગ ગેલેરીના આયોજન તથા મેળાના મેદાનને હરીયાળી અને અન્ય આકર્ષણથી નયનરમ્ય બનાવવા નકકી કરવામાં આવ્યાનું આજે ભાજપના પદાધિકારીઓએ જાહેર કર્યુ છે.

મેયર બિનાબેન આચાર્ય, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, બાંધકામ સમિતિના ચેરમેન મનીષભાઈ રાડીયાએ જણાવ્યું હતું કે શહેરના રમતવીરોને આગળ વધી શકે અને રાજ્ય, રાષ્ટ્રીય કક્ષાએ શહેરનું નામ રોશન કરે તે માટે મહાનગરપાલિકા દ્વારા રેસકોર્ષ સંકુલમાં ઇન્ડોર સ્ટેડીયમ હોકી, ફૂટબોલ ગ્રાઉન્ડ, બાસ્કેટ બોલ પોર્ટ, અદ્યતન એથ્લેકટીક ટ્રેક, ટેનીસ કોર્ટ, જીમ્નેશીયમ વિગેરે અનેક સુવિધાઓ ઉપલબ્ધ કરાયેલ છે.

આ ઉપરાંત પ્લેનેટોરિયમ, વિજ્ઞાન ભવન, આર્ટ ગેલેરી, બાળક્રિડાંગણ, જુદા જુદા ગાર્ડન, મહિલા ગાર્ડન વિગેરેની પણ સુવિધા તેમજ વોલીબોલ કોર્ટ બનાવવાનું પણ કાર્યવાહી ગતિમાં છે. રેસકોર્ષ ખાતેના જુદા જુદા પ્રોજેક્ટમાં સુધારા-વધારા અને વધુ સુવિધા ઉપલબ્ધ થાય તે માટેનું આયોજન હાથ ધરેલ છે. જેમાં, રૂ.10.42 કરોડના ખર્ચે જુદા જુદા કામો આર્ટ ગેલેરી રીનોવેશન, ઇન્ડોર સ્ટેડીયમમાં વૂડન ફલોરીંગનું કામ, હોકી અને ફૂટ બોલ ગ્રાઉન્ડ વચ્ચે વ્યુંઈંગ ગેલેરી બનાવવાનું કામ, વિજ્ઞાન ભવન કોમ્યુટર સેન્ટર અને પ્લેનેટોરિયમમાં રીનોવેશન કરવાનું કામ, વરસાદી પાણીના નિકાલ માટે ઓપન ગટર બનાવવાનું કામ, લોકમેળાના ગ્રાઉન્ડમાં બ્યુટીફિકેશનનું કામ, રેસકોર્ષ રીંગ રોડ ફરતે હયાત એમ.એસ.ગ્રીલ ને કલર કરવાનું કામ, વોલીબોલ કોર્ટ બનાવાવનું કામ નકકી કરવામાં આવ્યું છે.

ઇન્ડોર સ્ટેડીયમમાં રૂફને વોટર પ્રુફીંગ/રૂફ બદલવાનું કામ, રેસકોર્સ સંકુલમાં નવા પેવર કરવાનું કામ, સ્ટેપ ગાર્ડનમાં રેલીંગ અને ધ્રોલપૂરી લાદી રીપેર કરવાનું કામ, રેસકોર્ષ સ્નાનાગાર ખાતે ઓફીસ, ચિલ્ડ્રન શાવરરૂમ અને ટોઇલેટ, રી-સાયકલ પ્લાન્ટ ચિલ્ડ્રન બાથ, વેઈટીંગ લોજ, કોચ રૂમ, બેલેન્સ ટેંક, જુના ફિલ્ટર પ્લાન્ટના બાંધકામને રીનોવેશન/નવું બનાવવા, નવા ફિલ્ટર પ્લાન્ટના બિલ્ડીંગ પર પેરેન્ટ્સ માટે વ્યુંઈંગ ગેલેરી, પ્રેક્ટીસ માટે નવો નાનો સ્વીમીંગ પુલ સહિતના કામો, રેસકોર્ષમાં સ્નાનાગાર, એથ્લેટિક ટ્રેક, ટેનીસ કોર્ટ, બાસ્કેટ બોલ કોર્ટ પાસે ટર્ન સ્ટાઈલ માટે એ.સી.પી.ના ડેકોરેટીવ કેનોપી બનાવવાનું કામ, જીમ્નેશીયમ પાસે હયાત યુરીનલને રીનોવેશન કરવાનું કામ, પ્લેનેટોરિયમની મશીનરી અને હોલમાં જરૂરી રીપેરીંગ અને રીનોવેશન કરી ફરી કાર્યરત કરવાનું કામ વિગેરે કામ કરવામાં આવશે.

આ કામો પૈકી રૂ.71 લાખના ખર્ચે વિજ્ઞાન ભવન કોમ્યુટર સેન્ટર અને પ્લેનેટોરિયમમાં રીનોવેશન કરવાનું કામ, રૂ.15.50 લાખના ખર્ચે વરસાદી પાણીના નિકાલ માટે ઓપન ગટર બનાવવાનું કામ, રૂ.15 લાખના ખર્ચે સ્ટેપ ગાર્ડનમાં રેલીંગ અને ધ્રોલપૂરી લાદી રીપેર કરવાનું કામ વિગેરેના ટેન્ડર પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. આ ઉપરાંત બાકીના કામો માટે કાર્યવાહી ગતિમાં છે તેમ અંતમાં પદાધિકારીઓએ કહ્યું હતું.

વોકીંગ-સાયકલ ટ્રેક પણ રેસકોર્ષ અંદર વિકસાવાશે
મ્યુનિ. કમિશ્નર દ્વારા નિરીક્ષણ
રેસકોર્ષ રીંગ રોડ ફરતે રોજ સવારે અને મોડી સાંજે પણ હજારો લોકો વોકીંગમાં જાય છે અને સવારે તો ખાસ પોલીસ એક માર્ગને વન-વે રાખે છે. હવે આ વોકર્સ અને સાયકલીસ્ટ માટે મેટ્રો સીટી જેવી વ્યવસ્થા કરવાનો મહાપાલિકાને વિચાર છે. રેસકોર્ષ ફરતેના ત્રણ કિ.મી.ના વિસ્તારની રોડ પર પડતી કમ્પાઉન્ડ વોલ અંદર જ લોકો ચાલી શકે તે પ્રકારે હરીયાળી વચ્ચે વોકીંગ ટ્રેક બનાવવા વિચારણા કરવામાં આવી છે. સાયકલ ટ્રેક પણ અંદર જ બને તો લોકો રોડના બદલે રેસકોર્ષ સંકુલમાં ખાસ ટ્રેક પર સાયકલ ચલાવી શકે છે. તાજેતરમાં મ્યુનિ. કમિશ્નર ઉદિત અગ્રવાલે આ આયોજન માટે સાઇટ વિઝીટ કરી હતી. આ આયોજન પણ તુરંતમાં આગળ વધે તેમ છે.


Related News

Loading...
Advertisement