ગૌતમ પાર્કમાં રહેતા આરટીઆઇ એકટીવિસ્ટે ઘરકંકાસથી કંટાળી એસીડ ગટગટાવી લીધુ

29 October 2020 04:45 PM
Jamnagar
  • ગૌતમ પાર્કમાં રહેતા આરટીઆઇ એકટીવિસ્ટે ઘરકંકાસથી કંટાળી એસીડ ગટગટાવી લીધુ

રાજકોટ તા.29
મવડી હેડ કવાર્ટસ પાસે ગૌતમ પાર્કમાં રહેતા આરટીઆઇ એકટીવિસ્ટે એસીડ પી લેતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં. પત્ની સાથે થતા ઝઘડાથી કંટાળી આ પગલુ ભરી લીધુ હોવાનું જાણવા મળ્યું છે.

જાણવા મળતી વિગતો મુજબ ગૌતમ પાર્કમાં રહેતા મગનભાઇ અતુરભાઇ જાદવ (ઉ.વ.51) ગઇકાલે સાંજના ઘરે એસીડ પી લેતા તેને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બનાવની વધુમાં જાણવા મળતી વિગતો મુજબ મગનભાઇ આરટીઆઇ એકટીવિસ્ટ છે.

તેમને સંતાનમાં એક પુત્ર, ત્રણ પુત્રી હોવાનું જાણવા મળ્યું છે. પત્ની સાથે થતા ઝઘડાથી કંટાળી આ પગલુ ભરી લીધુ હોવાનું જાણવા મળ્યું છે. અન્ય બનાવમાં આરટીઓ પાછળ શ્રીરામ સોસાયટી 3માં રહેતા સાધનાબેન જયેશભાઇ કક્કડ (ઉ.વ.41)એ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં.

તેમજ મોરબી પાસેના ટીંબડી ગામના પાટીયા પાસે સીરામીક એકમમાં કામ કરતી જાગરીબેન નુરીમાબેન રાઠવા (10) નામની યુવતીએ ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે રાજકોટ હોસ્પિટલ ખસેડવામાં આવી છે.


Loading...
Advertisement