જયેશ પટેલના કુખ્યાત સાગરીત જાડેજા બંધુઓના બાર દિવસના રિમાન્ડ મંજુર

29 October 2020 04:42 PM
Jamnagar
  • જયેશ પટેલના કુખ્યાત સાગરીત જાડેજા બંધુઓના બાર દિવસના રિમાન્ડ મંજુર

અન્ય પાંચ આરોપીઓના વધુ રિમાન્ડ નામંજૂર કરી જ્યુડીશિયલ કસ્ટડી (જેલ) હવાલે કરવા સ્પેશ્યલ કોર્ટનો હુકમ

જામનગર તા.29
‘ઓપરેશન જયેશ પટેલ’ ને સફળતા પૂર્વક પાર પાડવા માટે એસપી દીપન ભદ્રન અને તેની સ્પેશ્યલ ટિમ મેદાને પડી છે. ગુજસીટોક હેઠળ ધરપકડ કરવામાં આવેલ ભુ માફિયા જયેશ પટેલના બે સાગરીતો જાડેજા બંધુને રાજકોટ કોર્ટે બાર દિવસના રિમાન્ડ લેવા હુકમ કર્યો છે. જ્યારે અન્ય છ શખ્સોની સુનાવણી બાકી છે. બપોરબાદ બિલ્ડર નિલેશ ટોલિયા સહિતનાઓ જેલમાં જશે કે ફરી વખત રિમાન્ડ હોમમાં તેનો તાગ મળી જશે.
જામનગર પોલીસે જયેશ પટેલ ગેંગના વેપારીઓ, રાજકારણીઓ, પૂર્વ પોલીસકર્મી સહિતના લોકો મળીને 8ની ધરપકડ કરી 14 શખસો વિરૂદ્ધ ગુજસીટોક હેઠળ ગુનો નોધી આઠેય આરોપીઓને રિમાન્ડ લીધા હતા. જિલ્લામાં ઘણા સમયથી મોકાની જમીનો અને વેપારીઓ પાસેથી પૈસા પડાવવાની પ્રવૃત્તિ જયેશ પટેલ ગેંગ દ્વારા ચલાવવામાં આવતી હતી જે અંગે રાજ્ય સરકારમાં રજૂઆત થતાં સરકાર ચોંકી ઉઠી હતી અને તાત્કાલિક સ્પેશિયલ ટીમો બનાવીને જયેશ પટેલ અને તેના સાગરિતો પર તૂટી પડી હતી.
દરમિયાન જયેશ પટેલની ગેંગ માટે કામ કરતા 8 લોકો જેમાં બિલ્ડર, વેપારીઓ, ખાનગી નોકરી ધારક, પૂર્વ પોલીસકર્મી વગેરેની ધરપકડ કરી ગુજસીટોક કાયદા હેઠળ ગુનો નોંધાયો હતો. પોલીસે અતુલ વિઠ્ઠલભાઈ ભંડેરી (ભાજપના કોર્પોરેટર), વસરામ ગોવિંદભાઈ મિયાત્રા (પૂર્વ પોલીસકર્મી), નિલેશ મનસુખભાઈ ટોલિયા (બિલ્ડર), મુકેશ વલ્લભભાઈ અભંગી (બિલ્ડર), પ્રવીણ પરસોત્તમભાઈ ચોવટિયા, જીગર ઉર્ફે જીમી પ્રવીણચંદ્ર આડતિયા (સાધના ફોરેક્સ), અનિલ મનજીભાઈ પરમાર, પ્રફુલ્લ જયંતિભાઈ પોપટ (વેપારી, ગ્રેઈન માર્કેટ), જશપાલસિંહ મહેન્દ્રસિંહ જાડેજા (જમીન લે-વેચ), જયેશ મુળજીભાઈ પટેલ (ભૂ-માફિયા) આ તમામની સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયો હતો અને રાજકોટ કોર્ટમાં રજૂ કરી આઠ આરોપીઓના અલગ અલગ રિમાન્ડ મેળવી પુછપરછ કરી હતી.
જયેશ પટેલના સાગ્રીત ગણાતા યશપાલસિંહ જાડેજા અને જશપાલસિંહ જાડેજાને રિમાન્ડ પર લેવાની અરજી રાજકોટની સ્પેશ્યલ ગુજસીટોક કોર્ટે મંજૂર કરી 12 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. જ્યારે અન્ય પાંચ આરોપીઓને જ્યુડીશિયલ કસ્ટડી (જેલ) હવાલે કરવાનો હુકમ થયો હતો.


Loading...
Advertisement