જામનગરમાં ગઈકાલે કોરોનાથી બે દર્દીના મોત આજે મૃત્યુ આંક શૂન્ય

29 October 2020 04:40 PM
Jamnagar
  • જામનગરમાં ગઈકાલે કોરોનાથી બે દર્દીના મોત આજે મૃત્યુ આંક શૂન્ય

આજે કોવિડ વોર્ડમાં એક પણ દર્દીનું મોત નહીં થતા આરોગ્ય તંત્રમાં રાહતની લાગણી

જામનગર તા.29
જામનગર શહેર અને જિલ્લામાં આખરે ધીમે ધીમે કોરોના નો કહેર ઘટી રહ્યો છે, જેના કારણે મૃત્યુ ના દરમાં પણ રાહત જોવા મળી છે, મૃત્યુનો આંકડો પણ સિંગલ ડિજિટ માંજ રહે છે.અને છેલ્લા 24 કલાક દરમિયાન જી.જી. હોસ્પિટલના બિછાને બે દર્દીઓના મૃત્યુ નિપજયા છે. જેમાં ગઈકાલે બોપર પેહલા દિનેશભાઇ ધંધુકિયા રહે. ગોકુલનગર જામનગર અને બોપર બાદ મનજીભાઈ ભદ્રા રહે. 49 દિગ્વિજય પ્લોટ, જામનગર નો સમાવેશ થાય છે, ઉપરાંત કોરોના ના સંક્રમિત દર્દીઓની સંખ્યામાં પણ ઘટાડો નોંધાઈ રહ્યો છે, અને જામનગર શહેર અને જિલ્લા માટે ખૂબ જ રાહત ના સમાચાર છે. લોકડાઉન દરમિયાન જિલ્લામાં કોરોના સંક્રમિત દર્દીઓનો સૌથી ઓછો 22 નો આંકડો નોંધાયો છે.જેમા જામનગર શહેરમાં કોરોના પોઝિટિવ દર્દીઓનો આંકડો સિંગલ ડિજિટ ની નજીક એટલે કે 12 નો નોંધાયો છે, જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં 10 પોઝિટિવ કેસ નોંધાયા છે.
જામનગર જિલ્લામાં મૃત્યુનો આંક સવા આઠસો ની નજીક પહોંચ્યો છે. અત્યાર સુધીમાં 823 દર્દીઓના મૃત્યુ નિપજયા છે.
જેની સામે ડિસ્ચાર્જ થનારા દર્દીઓ ની સંખ્યા ની ગઇકાલે ફિફ્ટિ થઈ છે. અને 50 દર્દીઓને રજા અપાઈ છે. જામનગર શહેરના 30 દર્દીઓ સાજા થઇ જતાં તેઓને રજા આપવામાં આવી છે. તે જ રીતે ગ્રામ્યના 20 દર્દીઓને રજા મળી છે.
જામનગર શહેરમાં કોરોના સંક્રમિત દર્દીઓનો આંકડો 6,501 નો થયો છે,જ્યારે જામનગર ગ્રામ્યના દર્દીઓનો આંકડો 1,580 સહિત કુલ 8,054 દર્દીઓ સમગ્ર જિલ્લામાં કોરોના સંક્રમિત થયા છે. જામનગર જિલ્લામાં સરકારી ચોપડે છેલ્લા એકાદ મહિનાથી કોરોના પોઝિટિવ 35 દર્દીઓના મૃત્યુ થયા નું જાહેર કરાઈ રહ્યુ છે. જોકે સરકારી જી.જી.હોસ્પિટલમાં કોવિડ અને નોન-કોવિડ સહિત 822 થી વધુ દર્દીઓના મૃત્યુ થયાનું જાણવા મળી રહ્યું છે.
જામનગર જિલ્લામાં ફુલ 1,98,112 લોકોનું કોરોના પરીક્ષણ કરી લેવામાં આવ્યું છે.


Loading...
Advertisement