દુશ્મન દેશો પર નજર રાખશે ઈસરોનો EOS-01 સેટેલાઈટ

29 October 2020 03:36 PM
India
  • દુશ્મન દેશો પર નજર રાખશે ઈસરોનો EOS-01 સેટેલાઈટ

7 નવેમ્બરે શ્રી હરિકોટાના સતીષ ધવન સ્પેસ સેન્ટરથી કરાશે લોન્ચ

નવી દિલ્હી તા.29
દેશમાં ચાલી રહેલી કોરોના મહામારી વચ્ચે ઈડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો) આ વર્ષે પોતાનો પહેલો સેટેલાઈટ લોન્ચ કરશે. 7 નવેમ્બરના રોજ પોલાર સેટેલાઈટ લોન્ચ વ્હીકલ દ્વારા આ મિશન શ્રીહરીકોટાના સતીષ ધવન સ્પેસ સેન્ટર ખાતેથી લોન્ચ કરવામાં આવશે. માર્ચ મહિનામાં લાગુ પડેલાં લોકડાઉન પછી ઈસરોનું આ પ્રથમ લોન્ચીંગ હશે. ઈસરોના ચેરમેન કે સિવને જૂનમાં જણાવ્યું હતું કે, ‘આ વર્ષે લોકડાઉનને લીધે 10 સ્પેસ મિશનનાં લોન્ચીંગને અસર પહોંચી છે.’ ઈસરોના કહેવા અનુસાર, સેટેલાઈટ ‘ઈઓઓસ-01’ (અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઈટ)ને પીએસએલવી-સી 49 રોકેટથી લોન્ચ કરવામાં આવશે. તેના અન્ય 9 કસ્ટર સેટેલાઈટ પણ લોંચ કરવામાં આવશે. આ તમામને ન્યુ સ્પેસ ઈન્ડીયા લીમીટેડ (એનએસઆઈએલ) સાથે મળીને કોમર્શિયલ એગ્રીમેન્ટ હેઠળ લોન્ચ કરવામાં આવશે.અર્થ ઓબ્ઝર્વેશન, રિસેટ સેટેલાઈટની એક એડવાન્સ સિરિઝ છે. આ સેટેલાઈટ વાદળોની હાજરીમાં પણ ધરતી પર નજર રાખવા સક્ષમ છે. તેનાથી કૃષિ, પૂર જેવી કુદરતી આપતિની પરિસ્થિતિમાં મદદ મળી રહેશે. આ સેટેલાઈટથી ભારતીય સેનાને પણ ઘણી મદદ મળશે. તેનાથી ચીન સહિતના દુશ્મન દેશો પર નજર રાખી શકાશે. કોરોનાના પરિસ્થિતિને લીધે વ્યુઈંગ ગેલેરી બંધ રાખવામાં આવશે. આ લોન્ચીંગનું લાઈવ પ્રસાર ઈસરોની વેબસાઈટ, યુટયુબ, ફેસબુક અને ટિવટર મારફતે જોઈ શકાશે.


Related News

Loading...
Advertisement