મેદસ્વી લોકો માટે જીવલેણ બની રહયો છે કોરોના, 30 ટકા દર્દીઓને જરૂર પડી વેન્ટીલેટરની

29 October 2020 03:34 PM
India
  • મેદસ્વી લોકો માટે જીવલેણ બની રહયો છે કોરોના, 30 ટકા દર્દીઓને જરૂર પડી વેન્ટીલેટરની

નવી દિલ્હી તા.29 : મેદસ્વીતાથી પીડાતા લોકો માટે કોરોના જીવલેણ સાબીત થઇ શકે છે. દિલ્હીના કોવિડ હોસ્પિટલોમાં અત્યાર સુધીમાં થયેલ મોતમાં આવા દર્દીઓની એક મોટી સંખ્યા છે. જે પહેલાથી મેદસ્વીતાથી ગ્રસ્ત હતા. ડોકટરનું કહેવુ છે કે કોરોનાથી જેટલા દર્દીઓ સંક્રમીત થયા તેમાથી જે લોકોને વેન્ટીલેટરની જરૂર પડી તેમાં અંદાજે 30 ટકા લોધો મોટાપાથી પીડિત હતા.

દિલ્હીના સૌથી મોટા કોવિડ હોસ્પિટલ એલએનજેપી માં દાખલ થયેલ કોરોનાના કુલ દર્દીઓમાં 30 ટકા એવા હતા જે મોટાપાનો શિકાર બન્યા હતા. હોસ્પિટલના તબીબ અધ્યક્ષ ડો. સુરેશ કુમાર એ કહયુ કે લોકોમાં મેદસ્વીતાની સમસ્યા છે. જો તેવા લોકોને કોરોના થાય છે. તો જીવલેણ સાબીત થાય છે. આવા દર્દીઓની સારવારમાં મુશ્કેલી સર્જાય છે. કારણકે આ લોકો પહેલાથી જ કેટલીક બીમારીઓની જપેટમાં આવી ગયા હોય છે.

લોકોમા મેદસ્વીતા જેટલુ વધે તેટલુ બીમારીનું પ્રમાણ પણ વધે છે. હોસ્પિટલના ડોકટર તેઓની સારવારમાં ખુબ ધ્યાન રાખે છે. આ ઉપરાંત મેદસ્વી લોકો પર જોખમ બનેલુ રહે છે. રાજીવ ગાંધી સુપર સ્પેશ્યલીટી હોસ્પિટલના કોવિડ નોડલ અધિકારી ડોકટર અજીત જૈન એ જણાવ્યુ કે મેદસ્વીતાથી પિડિત લોકોનું વિશેષ ધ્યાન રખાય છે. શરીરમાં વધુ પડતુ ફેટ જમા થવાના કારણે આ દર્દીઓને ડાયાબીટીસ, હૃદયની બીમારી થઇ જાય છે. તેઓની રોગપ્રતિકારક શકિત ઓછી હોય છે.

આજ કારણે હોસ્પિટલમાં કુલ મોતના અંદાજે ર0 ટકા લોકો મેદસ્વીતાથી પિડિત હતા. અપોલો હોસ્પિટલના ડો. પી.કે. સિંઘલ એ જણાવ્યુ કે જાડા લોકોમાં ઘણી બીમારીઓ હોય છે. આ લોકોમાં ફેટનું પ્રમાણ વધુ હોવાથી લીવરમાં વધુ અસર કરે છે. આ કારણે બ્લડમાં ઓકસીજનની માત્રા ઓછી થઇ જાય છે. જાડા લોકોમાં કોરોનાનો ખતરો વધુ જોવા મળે છે. એમ્સમાં તાજેતરમાં થયેલ અધ્યયન અનુસાર જે લોકોનું બોડીમાંસ ઇન્ડેકસ ર3 થી વધુ હોય છે.

તેઓમાં કોરોનાનું જોખમ વધુ હોય છે. જાડા લોકોમાં બીએમઆઇ ર3 થી વધુ હોય છે. આથી કોરોનાનું જોખમ બે ગણુ વધી જાય છે. 400 લોકોના અધ્યયનમાં 300 લોકોનો રીપોર્ટ નેગેટીવ અને 100 લોકોનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો.


Related News

Loading...
Advertisement