સુરેન્દ્રનગર-વઢવાણ શહેરનો વિકાસ, સમૃધ્ધિ, આબાદી જાળવવાની જવાબદારી કોની ?

29 October 2020 03:30 PM
Surendaranagar
  • સુરેન્દ્રનગર-વઢવાણ શહેરનો વિકાસ, સમૃધ્ધિ, આબાદી જાળવવાની જવાબદારી કોની ?

આડેધડ ખડકાયેલ ગેરકાયદેસર દબાણો કયારે દૂર કરાશે ? બન્ને શહેરોની ચારેબાજુ દબાણોએ ભરડો લઇ લીધો છે
(ફારૂક ચૌહાણ) વઢવાણ,તા. 29
આજથી 25 વર્ષ અગાઉ સુરેન્દ્રનગર-વઢવાણ આ બન્ને શહેર કેવા હતા ? અને કોણ ચલાવતા હતા ? પ્રજા માટે આ સવાલનો જવાબ મેળવવો આવશ્યક છે પણ જવાબ આપવાવાળા સક્ષમ નથી એનું શું ? જમીન વેચવાવાળા કોણ ? તપાસ થાય તો મોભાદાર બની ફરતા આગેવાનો જ જવાબદાર ?


મફતીયાપરા હતા પણ ન હતા જેવા. જ્યારે હાલમાં મુળ શહેરોની ચારેબાજુ ભરડો લેવાઈ ગયો છે અને રેગ્યુલર જમીન માલીકો કરતાં માલિકી હક્ક વિનાના મફતીયાઓે બિનકાયદેસર કબજો કરી કરાવી વાડા અને શાકભાજી વાવવાનું કામ કરવાવાળાઓએ આવી જમીન 50 કે 100 રુપિયાના સ્ટેમ્પ ઉપર લખી આપી જમીન વેચવાના કાવાદાવા કર્યા છે. આ હકીકત 100 ટકા રેકર્ડ આધારીત પુરવાર થઇ છે. આમ છતાં તંત્રનાં આંખ મીંચામણાના કોના ઇશારે ? કોણ છે કૌભાંડના સુત્રધાર ? તેવો સવાલ પ્રજામાં ચર્ચાય છે.


જમીન માલિકીનાં આધાર પુરાવા કાચા અને ખોટા ઉપજાવી કાઢેલાને મનસ્વી રીતે પાકા ગણી મનઘડંત રીતે ખોટો ગેરલાભ ઉઠાવીને આવી જમીનો વેચાણ કરવાના કાવાદાવા થયેલા છે. આમ થવાથી મફતીયાપરાનું સર્જન થઇ ગયું છે.


સરકારી તંત્ર સત્વરે જાગે
મફતીયાપરા ક્યાં ક્યાં બન્યા છે ? કોના દ્વારા આવા પરા બન્યા છે ? ગેરકાયદેસર દબાણો થયા જ છે થઇ રહ્યા છે અને થવાના છે પણ જયારે આવા દબાણો હટાવવા કાયદો હાથમાં લઇ અમલદારો નિકળશે ત્યારે પ્રજા-પોલીસ અને દબાણકારો આમને સામને આવશે જવાબદાર કોણ ?


શા માટે દબાણ થવા દેવાય છે ? કે પછી ગોરખધંધા કરવા કરાવવાળા વાડા અને સરકારી જમીનો ઓછો રુપિયે લઇ લે-વેચ કરવાવાળાઓને કોઇકનું પીઠબળ તો નથી ને?જિલ્લાના પીઢ અનુભવી કલેક્ટર વઢવાણ સુરેન્દ્રનગર બન્ને નગરપાલિકાની હદની જમીન ગેરકાયદેસર છાપરા ઝુંપડા વાડા અને વસવાટ તાત્કાલીક દૂર કરાવે તેવી પ્રજામાં માંગ ઉઠવા પામી છે.સુરેન્દ્રનગરનાં જાહેર રોડ રસ્તા ઉપર ગેરકાયદેસર દબાણ ભોગાવા નદીમાં ગંદુ પાણી ગંદકી ઠાલવવી અને ચોતરફ નગરપાલિકા-સરકારી ખાનગી જમીન ગેરકાયદેસર દબાણ છતાં તંત્ર ઉંઘમાં કેમ ?પ્રજાલક્ષી અવાજ ઉઠાવનારી સંસ્થા અને આગેવાનો દ્વારા તાત્કાલીક પગલા લેવા ઉગ્ર રજૂઆત કરવા ચાલતી તૈયારીઓ જમીન દબાણોના કાવાદાવા ઉઘાડા પાડવાની તજવીજ ?રતનપરથી જોરાવરનગર જોરાવરનગરથી ગણપતિ ફાટક અને ફાટકથી બાયપાસ રોડ અને ગણેશ મંદિર સુધી મંદિરની ચો તરફ અને છેક વઢવાણ સુધી આ તમામ જગ્યાઓ રોડની સાઇડ અને અંદરના ભાગે બનેલા બનાવેલા મકાનો છાપરા કોના?


કોણ કોણ આ વિસ્તારમાં અડીંગો જમાવીને બેઠો
ગણપતિ ફાટસર મંદિરની હદ સરહદ કેટલી? અને મંદિરની આજુબાજુ ચો તરફની જમીન છાપરા મકાન બનાવવા આપી કોણે? જમીન આપવા કે વેચવાવાળા કોણ? તમામ મકાન છાપરા માલિકોના માલિકી હક્કના ઓરીજીનલ દસ્તાવેજ સ્થળ તપાસ કરવામાં આવે તો, આ તમામ જગ્યા વિસ્તારમાં બોગસ જમીન માલિકો લે વેચ કરી વાડા રજીસ્ટરની જમીન ઉચ્ચક ભાવથી ખરીદ કરી ઉંચા ભાવે આવી જમીનો વેચવાના કાચા દાવા થયાનું જાણવા મળેલ છે.


કોણ છે આવી જમીન વાડા રજીસ્ટર દાખલા વાળી જમીન ખરીદ કરવાવાળા? અને આવી જમીન ઉંચા ભાવે વેચવાના કાવા દાવા કરવાવાળા છે કોણ? આ જગ્યાઓમાં કેટલાક સરકારી નોકરી કરવાવાળા કર્મચારીઓ અધિકારીઓ પણ 500 કે 1000 વાર જમીન વાળી કબ્જો કરી સગા સ્નેહી પરિવારજનોને વેચાણ આપી મોટા પ્લોટ કબ્જે કર્યા હોવાનો પણ વિગતો જાણવા મળે તેમ છે.
વીજળી પાણી શાળા અને દવાખાનાની સગવડ આપવા વાળા કોણ છે આ વિસ્તારમાં આવા કાવા દાવા કરવાવાળા?


જિલ્લાનું સરકારી તંત્ર તાત્કાલીક આ બાબતે સ્થળ તપાસ અને જમીન-મકાનના ડોકયુમેન્ટ આધાર પુરાવા તપાસ કરવા આ દિશામાં કામ કરશે?...કેટલાક ગરીબ અને મજુર પરિવારો રાત દિવસ કાળી મજુરી કરી એકત્ર કરેલ મુડી રકમ મોટા અને (સરકારી જમીન) જેની કોઇ માલિકી જ નથી આમ છતાં દસ્તાવેજો અગર 100 રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર લખાણ કરી 10 કે 20 હજારમાં જમીન મેળવી લાખોમાં વેચવાના કાવા દાવા કર્યા જ છે? આવા દલાલો જમીન લે વેચ કરવા વાળાનો પર્દાફાશ થવો જરૂરી છે.


ગમે ત્યારે સુરેન્દ્રનગર વઢવાણ શહેરોના મફતીયાપરા તોડી પાડવા બુલડોઝર ફેરવવાના હુકમો આદેશ કરવા જ પડશે ત્યારે ગરીબ મજુર પરિવારો અને લે ભાગુઓની બૂરી દાનતનો ભોગ બનનારાઓને નહી ઘરના કે નહી ઘાટના આવી દશા થ વાની જ છે ત્યારે આવી બાબતે શા માટે તાત્કાલીક પગલા ન લેવાય? માટે મફતીયાપરા કયાં કયાં બન્યા છે? આવા વિસ્તારમાં કોણ મેલી રમત રમી ગરીબોની મરણ મુડી લૂંટી રહ્યા છે? અને આવા વિસ્તારમાં સરકારી નોકરી કોણ કેટલા અને કયાં કયાં વસવાટ કરે છે તેવુ પ્રજા કહે છે.


Loading...
Advertisement