પૂર્વ સૈનિક/શહિદ/સ્વ. સૈનિકોના બાળકોએ કેન્દ્રીય સૈનિક બોર્ડમાંથી સ્કોલરશીપ મેળવવા માટે ઓનલાઈન અરજી કરવી

29 October 2020 03:23 PM
Surendaranagar
  • પૂર્વ સૈનિક/શહિદ/સ્વ. સૈનિકોના બાળકોએ કેન્દ્રીય સૈનિક બોર્ડમાંથી સ્કોલરશીપ મેળવવા માટે ઓનલાઈન અરજી કરવી

(ફારૂક ચૌહાણ) વઢવાણ,તા. ર9
રાજકોટ જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ અધિકારીની એક યાદીમાં જણાવ્યા અનુસાર રાજકોટ/ભાવનગર/અમરેલી/સુરેન્દ્રનગર/મોરબી અને બોટાદ જિલ્લામાં વસવાટ કરતા પૂર્વ સૈનિકો/શહિદ/સ્વ.સૈનિકોના પરિવારના બાળકોને શૈક્ષણીક વર્ષ 2019-20 માટે કેન્દ્રીય સૈનિક બોર્ડમાંથી સ્કોલરશીપ મેળવવા માટે ઓનલાઈન અરજી www.ksb.gov.in  પર કરવાની રહેશે.


જે અન્વયે સ્કોલરશીપ મેળવવા ઈચ્છતા હોય તેવા ધોરણ 1 થી 9 અને 11 માં અભ્યાસ કરતા પૂર્વ સૈનિકો/શહિદ/સ્વ.સૈનિકોના બાળકોએ સ્કોલરશીપ માટે જરૂરી બધા દસ્તાવેજો અસલમાં જ તારીખ 30 નવેમ્બર - 2020 સુધીમાંwww.ksb.gov.in  વેબસાઈટ પર અપલોડ કરવા તથા સેવ કરી ફોરવર્ડ કરવાના રહેશે. તેમજ સ્કોલરશીપ માટે કરેલ અરજીની અપડેટ માહિતી માટે પોતાના ઈ-મેઈલ તથા રજીસ્ટર મોબાઈલમાં જોતા રહેવું તેમજ અન્ય સહાયની જાણકારી માટે જરૂરત જણાય ત્યારે જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી-રાજકોટના ફોન નંબર 0281 2476825 પર સંપર્ક કરવો.


નોંધનીય છે કે, ઉપરોક્ત સમય મર્યાદા બાદ અપલોડ કરેલ અરજી માન્ય રાખવામાં આવશે નહીં તેમજ જે પૂર્વ સૈનિકો/શહિદ/સ્વ.સૈનિકોએ રાજ્ય સૈનિક બોર્ડમાંથી સ્કોલરશીપ ગત વર્ષે મેળવેલ હોય તેઓએ અરજી કરવાની રહેતી નથી. તેમ વધુમાં જણાવાયું છે.


Loading...
Advertisement