કેશુભાઈને ઓક્સિજનની તકલીફ થતા હોસ્પિટલમાં લઇ જવાયા હતા : સારવાર કારગત ન નીવડી

29 October 2020 03:19 PM
Ahmedabad Gujarat
  • કેશુભાઈને ઓક્સિજનની તકલીફ થતા હોસ્પિટલમાં લઇ જવાયા હતા : સારવાર કારગત ન નીવડી

ગાંધીનગરના બંગલેથી 108માં હોસ્પિટલ લઇ જવાયા : દોઢ માસ પૂર્વે જ કોરોનાની સારવારમાંથી બહાર આવ્યા હતા પરંતુ આફટર ઇફેક્ટથી રાજનેતાનું નિધન

ગાંધીનગરમાં આજે સવારે શ્રી કેશુભાઈ પટેલનું સ્વાસ્થ્ય લથડયું હતું. દોઢ માસ પહેલા કોરોનાની સારવાર બાદ પરત આવેલા શ્રી બાપા આજે સવારે પોતાની દૈનિક ક્રિયા પૂરીને બહાર આવ્યા અને તેમના માટે નાસ્તો તૈયાર હતો પરંતુ તેઓએ નાસ્તો કરવાનો ઇન્કાર કરીને તેઓને શ્ર્વાસની તકલીફ થઇ રહ્યાની ફરિયાદ કરતાં તુર્ત જ 108 બોલાવાઈ હતી અને તેમને સ્ટર્લિંગ હોસ્પિટલમાં ખસેડાયા હતા અને ત્યારબાદ તેમને ઓક્સિજન આપવાનો પ્રયત્ન થયો પરંતુ તેઓએ આ સારવાર દરમિયાન જ અંતિમ શ્ર્વાસ લીધા હતા. તેમની સાથે છેલ્લા 15 વર્ષથી બાપાની સેવા કરતા મહારાજએ કહ્યું કે કોરોના સારવાર બાદ બાપાનું સ્વાસ્થ્ય થોડુ નરમ થઇ ગયું હતું પરંતુ તેઓ રોજની પ્રક્રિયા મુજબ જ આજે સવારે પણ ઉઠયા હતા.


Related News

Loading...
Advertisement