કેશુભાઈના નિધન બાદ ભાજપે આજનો પ્રચાર રદ કર્યો : મુખ્યમંત્રી ગાંધીનગર જવા રવાના

29 October 2020 03:17 PM
Ahmedabad Gujarat
  • કેશુભાઈના નિધન બાદ ભાજપે આજનો પ્રચાર રદ કર્યો : મુખ્યમંત્રી ગાંધીનગર જવા રવાના

રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શ્રી કેશુભાઈ પટેલના નિધન બાદ ભાજપે પેટાચૂંટણીના તમામ પ્રચારો આજે થંભાવી દીધા છે અને તમામ નેતાઓ તેમના વિસ્તારમાં પરત આવી ગયા છે. મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી ગઢડામાં જાહેરસભા સંબોધી રહ્યા હતા તે સમયે તેમને આ જાણ થતા જ તેઓએ પોતાનું પ્રવચન અટકાવીને કેશુભાઈના નિધનના દુ:ખદાયક સમાચાર આપ્યા હતા અને શ્રધ્ધાંજલી આપી હતી. બાદમાં જાહેરાત કરી હતી કે ભાજપ આજે તેના તમામ પ્રચાર કાર્યક્રમો રદ કરે છે. મુખ્યમંત્રીની ધારી સભા રદ કરવામાં આવી છે અને તેઓ ગાંધીનગર જવા રવાના થઇ ગયાં છે.


Related News

Loading...
Advertisement