કાલાવડમાં મગફળી વેચવા આવતા કિસાનો સરકારી નિયમથી હેરાન, ભેજ-ઉતારાના કારણે માલ રિજેકટની ફરિયાદ

29 October 2020 03:10 PM
Morbi
  • કાલાવડમાં મગફળી વેચવા આવતા કિસાનો સરકારી નિયમથી હેરાન, ભેજ-ઉતારાના કારણે માલ રિજેકટની ફરિયાદ

કાલાવડ, તા.29
કાલાવડ તાલુકાનું ટેકાના ભાવનું મગફળી ખરીદ કેન્દ્ર કાલાવડ નવા યાર્ડ પાસે આવેલ મેદાન રાખવામાં આવ્યું છે. અહીં ખેડૂતો મગફળી વહેંચવા માટે પાંખી હાજરી જોવા મળી રહી છે તેમાં પણ કોઇના કોઇ બહાને સરકારી બાબુઓ તેમનું સેમ્પલ રીજેકટ કરતા હોવાની ફરિયાદ ખેડૂતો કહી રહ્યા છે જેને લઇને ખેડૂતોને કેન્દ્ર ખાતે ધરમ ધક્કા થઇ રહ્યા છે. એક તરફ ભારે વરસાદને કારણે મગફળી અને કપાસના પાકને વ્યાપક નુકસાન થવાથી ખેડૂતોની સ્થિતિ કફોડી થઇ છે. તંત્ર દ્વારા પ્રથમ દિવસે 50 ખેડૂતોને બોલાવના માંડ-માંડ બપોર સુધીમાં 20 ખેડૂતો આવ્યા હતા જેમાંથી પાંચ ખેડૂતોની મગફળી ભેજ કે ભરતીના બહાને રીજેક્ટ કરતા ખેડૂતો નારાજ થઇને પાછી મગફળી ભરી ગયા હતા તેમજ પછીના દિવસે 300 ખેડૂતોને બોલાવતા જેમાંથી માત્ર 71 ખેડૂતો જ આવેલ જેમાં 21 ખેડૂતોની મગફળી રીજેકટ થતા ભારે દેકારો બોલી ગયો હતો અને ગઇકાલે 600 ખેડૂતોને બોલાવતા માંડ-માંડ બપોરના 12 વાગ્યા સુધીમાં 60 ખેડૂતો આવેલ હતા જેમાંથી ઘણા-ખરા ખેડૂતોની મગફળી રીજેકટ થઇ જવા પામી હતી. આમ આ વર્ષે મગફળીનો ઉતારો ઓછો હોય ખેડૂતો ગામડેથી વાહનની વ્યવસ્થા કરી પોતાની મગફળી ભરી કેન્દ્ર ખાતે વાહન ભાડાનો ખર્ચ કરીને ટેકાના ભાવ માટે વહેંચવા આવતા હોય અને રીજેકટ થતા ખેડૂતો બીચારા વીલા મોઢે પાછા ફરી સામો વાહન ભાડાનો ખર્ચ કરી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે જેથી ખેડૂતોને મુશ્કેલી વેઠવી પડે છે


Loading...
Advertisement