ભાવનગરમાં પકડાયેલ રીઢા તસ્કરે 31 ચોરી કર્યાની પુછપરછમાં કરી કબુલાત

29 October 2020 03:09 PM
Bhavnagar
  • ભાવનગરમાં પકડાયેલ રીઢા તસ્કરે 31 ચોરી કર્યાની પુછપરછમાં કરી કબુલાત

ભાવનગર તા.29
ભાવનગર શહેરના ભરતનગર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પી.આઇ. તથા ડી સ્ટાફે ઝુંબેશ હાથ ધરી ખાસ કરીને નાઇટ પેટ્રોલીંગ સઘન બનાવી એક વ્યક્તિ ને શંકાસ્પદ હાલતે માલધારી સોસાયટીમાં જોતા તેને ઉભો રાખી નામ પુછતા પોતાનું નામ જાવેદમીયા બન્નુમીયા સંયદ ( રહે . ખભાત , જિલ્લો આણંદ ) વાળો હોવાનું જણાવેલ . પોલીસે તેની તલાશી લેતા તેના ક્ધજમાંથી અમુક રોકડ તથા સોના - ચાંદીના દાગીના તથા રોકડ મળી આવતા તેની અટકાયત કરી પોલીસ સ્ટેશન લવાયા બાદ સઘન પુછતાછ હાથ ધરાતા તેણે ઘરફોડ ચોરીની કબુલાત આપી હતી . પોલીસે આરોપી પાસેથી સોના - ચાંદીના દાગીના , રોકડ , વિદેશી ચલણી નોટ , સીકકા , મેડલ સહીતનો કુો રુ . 1.79.906 નો મુદામાલ કબ્બે કર્યો હતો. પોલીસની આકરી પુછતાછમાં આરોપી છેલ્લા પાંચ વર્ષથી ભાવનગર શહેરમાં ચોરી કરતો હોવાની અને તેણે છેલ્લા પાચ વરસમા ભરતનગર પોલીસ સ્ટેશન હેઠળના તરસમીયા , સહજાનંદ સ્કુલ , ટોપ થ્રી વિસ્તાર , ન્યુ નોકરીયાત સોસા . , આનંદનગર , રામદેવ બેંક કોલોની , બોરડી ગેટ , ભાંગલી ગેટ , ઘોઘાવાળો પંચો , કાંચના મંદીર નજીક , રાજારામ અવેડો , શહેર ફરતી સડક , દીપક ચોક , કૃષ્ણનગર , આનંદનગર , એરપોર્ટ રોડ , ફૂલસર , તીલકનગર , જુની માણેકવાડી , વીધાનગર , અંજનેય પાર્ક સહીતના વિસ્તારોમાંથી 31 ચોરી કર્યાની કબુલાત આપી હતી.ભરતનગર પોલીસ મથક નીચે આવતા વિસ્તારમાં જે કોઈના ઘરે ઘરફોડ ચોરી થઈ હોય અને પોલીસ ફરિયાદ કરી હોય તેઓએ ભરતનગર પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા જણાવાયું છે .


Loading...
Advertisement