વાંકાનેરમાં છ માસ પહેલા થયેલી માથાકુટમાં યુવાન ઉપર હૂમલો

29 October 2020 03:06 PM
Morbi
  • વાંકાનેરમાં છ માસ પહેલા થયેલી માથાકુટમાં યુવાન ઉપર હૂમલો

નાગડાવાસના અકસ્માતમાં કાર ચાલક સામે ગુનો નોંધાયો

(જીજ્ઞેશ ભટ્ટ) મોરબી તા.29
વાંકાનેર નગરપાલિકા કચેરી પાસે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં ઇજાગ્રસ્ત થયેલ યુવાનને સારવાર માટે લઇ જવાયો હતો. સારવાર લીધા પછી ભોગ બનેલ યુવાન મેહુલભાઈ વિનયચંદ્ર મારૂ (40) ધંધો ફોટોગ્રાફી રહે.નગરપાલિકા કચેરી પાસે સામેવાળા જાવેદ મહમદ મતવા રહે.સિપાઇશેરી વિરુદ્ધ સીટી પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે છ માસ પહેલા જાવેદભાઈ સાથે માથાકુટ થઇ હતી તે વાતનું મનદુ:ખ રાખીને ફોન કરીને તેને બોલાવ્યો હતો અને બાદમાં હૂમલો કરી મારી નાખવાની ધમકી આપી હતી..! હાલમાં મેહુલભાઇની ફરિયાદ આધારે સીટી પોલીસે જાવેદ મતવા વિરૂધ્ધ ફરિયાદ નોંધી છે જેની આગળની તપાસ નારણભાઈ લાવડીયા ચલાવી રહ્યા છે.
ગુનો નોંધાયો
મોરબી તાલુકાના નાગડાવાસ ગામના પાટિયા પાસે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં ડબલ સવારીમાં જતા બે ભાઇઓ પૈકી એકનું ઘટનાસ્થળે મોત થયું હતું. ડિવાઈડર કુદીને કાર સામેથી આવતાં બાઇક સાથે અથડાઈ હતી જે બનાવમાં રાહુલ અખીયીણી નામના યુવાનનું મોત નીપજ્યું હતું જ્યારે તેના ભાઈને ઇજા થતાં સારવારમાં લઈ જવાયો હતો જે બનાવ સંદર્ભે નૃતકના પિતા નરસીભાઇ પોપટભાઇ અખિયાણી જાતે કોળી (ઉંમર 60) હાલ રહે.રંગપર ગામની સીમમાં મૂળ રહે.ઝીંઝુડા વાળાએ સફેદ કલરની ફોરવીલ કાર નંબર જીજે 27 ડીબી 7132 ના ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે જેની તપાસ પીએસઆઈ આર.એ.જાડેજા ચલાવી રહ્યા છે.


Loading...
Advertisement