કોંગ્રેસથી નારાજ આઠ ધારાસભ્યો મને મળ્યા હતા : મુખ્યમંત્રી વિજય રૂપાણી

29 October 2020 02:50 PM
Surendaranagar Politics
  • કોંગ્રેસથી નારાજ આઠ ધારાસભ્યો મને મળ્યા હતા : મુખ્યમંત્રી વિજય રૂપાણી
  • કોંગ્રેસથી નારાજ આઠ ધારાસભ્યો મને મળ્યા હતા : મુખ્યમંત્રી વિજય રૂપાણી

લીંબડીમાં સી.એમ. દ્વારા કોંગ્રેસ ઉ5ર આકરા પ્રહાર : હાલ કોંગ્રેસ ખોખલી બની ગઇ છે

(ફારૂક ચૌહાણ)
વઢવાણ, તા. ર9
ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ સુધરે તે માટે કડક કાયદા બનાવવા માં આવ્યા જેને કારણે ગુનાખોરી ભુમાફિયાઓ ઉપર પોલીસ કડક કાર્યવાહી કરી શકે.. રાજીવ સાતવે દવારા આપવા માં આવેલ નિવેદન નો મુખ્યમંત્રી દ્વારા ખુલાસો કરવામાં આવ્યો.. સુરેન્દ્રનગર જિલ્લા ની લીમડી વિધાનસભા ની પેટા ચૂંટણી નજીક આવી રહી છે.ત્યારે ભાજપ આ બેઠક જીતવા એડીચોટી નું જોર લગાવી રહ્યું છે.ત્યારે આ બેઠક જીતવા લીમડી માં ભાજપ ના કેન્દ્રીય મંત્રીઓ અને સાંસદો અને ખુદ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી એ ગઇકાલે સભા યોજી હતી. ગુજરાત ના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દવારા બપોરે 12 વાગ્યે લીમડી જિન કમ્પાઉન્ડ માં જાહેર સભા યોજવા માં આવી હતી.


આ સભા દરમિયાન ગુજરાત ના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દવારા કોંગ્રેસ પક્ષ ઉપર આકરા પ્રહારો કર્યા હતા.જેમા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા સભા સંબોધન દરમિયાન કોંગ્રેસ ના જે આઠ ઉમેદવાર દવારા રાજીનામાં આપવા માં આવ્યા છે.તે બાબતે ખુલાસો કરવામાં આવ્યો છે.ત્યારે વિજયભાઈ રૂપાણી દ્વારા આ બાબતે જાહેર સભામાં ખુલાસો કરતા જણાવ્યું હતુ કે આ આઠ ધારાસભ્ય મારી મુલાકાતે આવ્યા હતા અને કોંગ્રેસ ના કાર્યથી નારાઝ થઇ આ આઠ ધારાસભ્યએ રાજીનામાં આપ્યા છે.અને હાલ કોંગ્રેસ ખોખલી બની ગઈ હોવા નો દાવો ગુજરાત ના મુખ્યમંત્રી વિજયભાઈ દવારા કરવા માં આવ્યો છે..


બીજી તરફ ખેડૂતો ને અગામી દિવસો માં દિવસે વીજળી મળશે તેવા સરકાર પ્રયાસ હાથ ધરવા માં આવ્યા છે.સમગ્ર ભારત માં ગુજરાત નો વિકાસ મોખરે છે જેમાં ગુજરાતમાં ગિરનાર પર્વત ઉપર વિશ્વ નો સૌથી લાંબો રોપવે ઉપરાંત વિશ્વનું ધ્યાન કેન્દ્રિત કરતી સરદાર વલ્લભભાઈ પટેલ ની પ્રતિભા આ ઉપરાંત ગુજરાત રાજ્યમાં અનેક એવા વિકાસના કામો થયા છે કે જે સમગ્ર વિશ્વ તેની નોંધ લે તેમ સભા સંબોધન દરમિયાન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા જણાવવામાં આવ્યું હતું.


લીમડી વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપની જીત નક્કી છે તેવો પણ વિશ્વાસ વ્યક્ત કર્યો છે બીજી તરફ સમગ્ર ગુજરાતમાં યોજાનારી પેટાચૂંટણીમાં આઠે આઠ બેઠક ભાજપ જીતનાર છે અને 111 સીટો ગુજરાતમાં વિધાનસભામાં ભાજપની થશે તેવો પણ વિજયભાઈ રૂપાણી દ્વારા સભા સંબોધન દરમિયાન જણાવવામાં આવ્યું છે ત્યારે બીજી તરફ ગુજરાતમાં ભૂમાફિયાઓ અને ખનીજ માફિયાઓ બેફામ બનતા જઈ રહ્યા હતા તેમને ડામવા માટે કડક કાયદાઓ બનાવી અને પોલીસને કામગીરીમાં સરકાર સહાયરૂપ બની છે ત્યારે બીજી તરફ જે ખનીજ માફિયાઓ અથવા જમીન માફિયાઓ ગુનેગારી કરીને જેલમાં જઈને ફક્ત બે ત્રણ દિવસમાં જામીન મેળવી લેતા હતા તે હવે નહીં ચલાવી લેવામાં આવે તે માટે વિશિષ્ટ પ્રકારના કાયદાઓ ગુજરાતમાં લાગુ કરવામાં આવ્યા છે તેવું પણ વિજય રૂપાણી દ્વારા જણાવવામાં આવ્યું હતું.


વહેલી સવારે રાજીવ સાતવે દ્વારા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીની આ છેલ્લી ચૂંટણી હોઈ શકે તેવુ પોતાના સભા સંબોધનમાં જણાવવામાં આવ્યું હતું અને વિજય રૂપાણી આગામી મુખ્ય મંત્રી ગુજરાત રાજ્ય ના નહીં હોય તેવું પણ રાજીવ સાતવે દ્વારા એક નિવેદન દરમ્યાન જણાવવામાં આવ્યું હતું અને આગામી દિવસોમાં વિજય રૂપાણી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી અથવા કોઈ નિગમના ચેરમેન હોઈ શકે તેઓ કોંગ્રેસના રાજીવ સાતવે દ્વારા ચૂંટણી પ્રચારમાં લોકો સમક્ષ જણાવવામાં આવ્યું હતું ત્યારે આ બાબતનો ખુલાસો કરતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા લોકોના જણાવવામાં આવ્યું હતું કે આવું કશું જ નથી કોંગ્રેસ પોતાની હાર પાડી ભાળી રહી છે તે માટે આવા બણગાં ફૂંકી રહી છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાની લીમડી વિધાનસભાની પેટા ચૂંટણી તારીખ 3 નવેમ્બરના રોજ યોજાનાર છે જેમાં કિરીટસિંહ રાણા ને લીમડી વાસીઓ મત આપી વિજય બનાવે તેવી અપીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા જાહેર સભા દરમ્યાન કરવામાં આવી હતી.


Related News

Loading...
Advertisement