ગોંડલ આઇટીઆઇમાં ફેકલ્ટી દ્વારા વિદ્યાર્થી સાથે ગેરવર્તણુંક?

29 October 2020 02:19 PM
Gondal
  • ગોંડલ આઇટીઆઇમાં ફેકલ્ટી દ્વારા વિદ્યાર્થી સાથે ગેરવર્તણુંક?

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ઉચ્ચકક્ષાએ રજૂઆત

ગોંડલ તા.29
ગોંડલ ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટની ઘોર બેદરકારી ગોંડલ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના ધ્યાને આવતા ઉચ્ચકક્ષા રજુઆત કરવા તજવીજ હાથ ધરવામાં આવી છે. પ્રાપ્ત વિગતો મુજદિવ્યરાજસિંહ ઝાલા નામના વિદ્યાર્થીએ આઇટીઆઇ એડમિશન લીધું હતું સાથે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે આઇટીઆઇ માં લિવિંગ સર્ટિફિકેટ અને અનામતનો દાખલો આપ્યો હતો. વિદ્યાર્થી થોડા સમય પછી ઓરીજનલ ડોક્યુમેન્ટ પરત લેવા ગયા ત્યારે તેના ફેકલ્ટીએ ગેરવર્તણૂક કરી ઓરીજનલ લિવિંગ સર્ટિફિકેટ અને અનામત નો દાખલો જમા કર્યા જ નથી તેવો અણઘડ જવાબ આપ્યો હતો.


ઘણા દિવસથી વિદ્યાર્થી આઇટીઆઇ એ તેના ઓરીજનલ ડોક્યુમેન્ટ માટે ધક્કા ખાઈ રહ્યો હતો તેને યોગ્ય જવાબ મળતો ન હોતો બાદમાં દિવ્યરાજસિંહ ઝાલા એ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એબીવીપી ગોંડલને જાણ કરી હતી. બાદમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ગોંડલ ના નગરમંત્રી તેજસભાઈ પાઠકે વિદ્યાર્થી સાથે રૂબરૂ આઇટીઆઇમાં રજૂઆત કરવામાં આવી હતી અને વિદ્યાર્થી ને ઓરીજનલ ડોક્યુમેન્ટ મળ્યા હતા.આ અંગે વિદ્યાર્થી અને ફબદા દ્વારા ઉચ્ચકક્ષા એ રજુઆત કરવા તજવીજ હાથ ધરવામાં આવી છે.


Loading...
Advertisement