પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું નિધન

29 October 2020 02:11 PM
Gujarat
  • પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું નિધન
  • પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું નિધન
  • પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું નિધન
  • પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું નિધન
  • પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું નિધન

ગુજરાતમાં જનસંઘના સ્થાપક અને ભાજપને શાસક પક્ષ બનાવનાર રાજકીય શિલ્પીની ચિરવિદાય: કોરોના સંક્રમણ બાદ સ્વાસ્થ્ય સંબંધી સતત મુશ્કેલી અનુભવી રહેલા કેશુભાઈ પટેલ પર હૃદયરોગનો હુમલો આવ્યો: સવારે 11.55 કલાકે અંતિમ શ્ર્વાસ લીધા :રાજયના મુખ્યમંત્રી તરીકે બે વખત સેવા બજાવનાર અને ગ્રામીણ ગુજરાતના ઘડવૈયા તરીકે નામના મેળવનાર ‘બાપા’ની વિદાયથી ગુજરાત શોકમય :સાંજે પાંચ કલાકે ગાંધીનગરમાં પુરા રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરાશે: વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિતના મહાનુભાવોની શ્રદ્ધાંજલી :સવારે શ્ર્વાસ લેવામાં તકલીફ થયા બાદ સ્ટર્લિંગ હોસ્પીટલમાં ખસેડાયા પરંતુ સારવાર કારગત ન નીવડી: રાજયના રાજકીય સહિતના અગ્રણીઓનો પ્રવાહ ગાંધીનગર ભણી

રાજકોટ તા.29
ગુજરાતમાં જનસંઘના સ્થાપનામાં મહત્વની ભૂમિકા ભજવનાર તથા રાજયમાં ભાજપને શાસક તરીકે સ્થાન અપાવનાર પુર્વ મુખ્યમંત્રી શ્રી કેશુભાઈ પટેલને આજે હૃદયરોગના હુમલાથી 92 વર્ષની ઉંમરે નિધન થયુ છે. શ્રી કેશુભાઈ પટેલ સપ્ટેમ્બર માસમાં કોરોના સંક્રમણનો શિકાર બન્યા હતા અને ત્યારબાદ તેમનું સ્વાસ્થ્ય સતત કથળતુ રહ્યું હતુ અને આજે સવારે ગાંધીનગર ખાતેના તેમના નિવાસે શ્ર્વાસ લેવાની તકલીફ ઉભી થતા તાત્કાલીક સ્ટર્લિંગ હોસ્પીટલ ખાતે ખસેડાયા હતા જયાં તેમની સારવાર કારગત નીવડી ન હતી અને સવારે 11.55 કલાકે કેશુભાઈએ અંતિમ શ્ર્વાસ લીધા હતા. રાજયના પુર્વ મુખ્યમંત્રીના નિધનથી શોકની લહેર ફરી વળી છે અને રાજય સરકારે એક દિવસનો શોક જાહેર કર્યો છે. શ્રીકેશુભાઈના પાર્થિવદેહને તેમના નિવાસસ્થાને લઈ અવાયો છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પેટાચૂંટણીના પ્રચાર માટે ગઢડા ખાતે સભા સંબોધી રહ્યા હતા. તેમને શ્રી કેશુભાઈના નિધનના સમાચાર મળતા જ પોતાનું પ્રવચન ટુંકાવીને ગાંધીનગર આવવા રવાના થયા હતા તથા સીધા કેશુભાઈના નિવાસસ્થાને પહોંચી ગયા હતા તથા સદગતના પાર્થિવદેહને પુષ્પાંજલી કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તેમના એક સમયના સાથીદાર અને પક્ષના તેમના રાહબર તરીકે કેશુભાઈને યાદ કરીને શ્રદ્ધાંજલી આપી હતી.
શ્રી કેશુભાઈ પટેલના પાર્થિવદેહને સાંજે પાંચ કલાકે ગાંધીનગર ખાતેના સેકટર નં.30ના સ્મશાનગૃહ ખાતે અંતિમ સંસ્કાર કરાશે. 60 વર્ષની રાજકીય કારકિર્દીમાં શ્રી કેશુભાઈ પટેલે ગુજરાતના નિર્માણમાં મહત્વની ભૂમિકા ભજવી હતી અને ખાસ કરીને ગ્રામ્ય ગુજરાતના તેઓ ઘડવૈયા તરીકે યાદ રખાશે.
શ્રી કેશુભાઈના પત્ની લીલાબેનનું 2006માં એક દુર્ઘટનામાં નિધન થયુ હતું અને તેમના પાંચ પુત્રો અને એક પુત્રીમાં હાલ ત્રણ પુત્રો જીવંત છે. તેમના પુત્ર ભરતભાઈ પટેલ ગાંધીનગરમાં સાથે જ રહેતા હતા. જયારે તેમનું એક કુટુંબ અમેરિકામાં પણ સ્થાયી થયુ છે.


Related News

Loading...
Advertisement