ઉના નજીક રીક્ષાના ચોરખાનામાં છુપાવેલ 108 બોટલ વિદેશી દારૂ કબ્જે

29 October 2020 02:10 PM
Veraval
  • ઉના નજીક રીક્ષાના ચોરખાનામાં છુપાવેલ 108 બોટલ વિદેશી દારૂ કબ્જે

ઉના તા.29
ઉના નજીક કેન્દ્રશાસીત દીવથી વ્યાપક પ્રમાણમાં દારૂની હેરાફેરી કરી સપ્લાય કરતા હોય છે. ત્યારે ઉનાના તડ ચેકપોસ્ટ પર નવાબંદર મરીન પોલીસે બાઇક અને છકડો રીક્ષાને રોકાવી તલાસી લેતા રીક્ષાના ચોરખાનામાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવતા મુદામાલ સાથે બે શખ્સને પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.


આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ પરબત વેલજી પરમાર રહે. અનિડા વાળો બાઇક નં.જીજે 32 એમ 1013માં પાયલોટીંગ કરતો હોય તેમજ દિનેશ ભીમા સોલંકી રહે. ગુંદાળા તા.તાલાળા તે છકડો રીક્ષામાં દિવથી વિદેશી દારૂ સાથે ઉનાના તડ ચેકપોસ્ટ પાસેથી પસાર થતા નવાબંદર મરીન પોલીસે રીક્ષાની તલાસી લેતા રીક્ષાની અંદર બનાવેલ ચોરખાનામાંથી અલગ અલગ વિદેશી દારૂ નં. 107 બોટલનો જથ્થો કિ.રૂ. 28,700 તેમજ મોબાઇલ સહીત કુલ રૂ.1.14 લાખથી વધુનો મુદામાલ સાથે બે શખ્સની પોલીસ ઝડપી પાડેલ જ્યારે સુમીત ઉર્ફે સોયકો રહે. ધોધલા દીવ, તેમજ હરીસિંહ વિનોદ મોરબીયા રહે. વેરાવળ બન્ને શખ્સો નાશી ગયેલ તેને પકડી પાડવા નવાબંદર મરીન પોલીસે તજવીજ હાથ ધરેલ છે.


Loading...
Advertisement