લોકરરૂમમાં રહેલા નવ લાખના દાગીના પરત કર્યા: પ્રેરક કિસ્સો

29 October 2020 02:08 PM
Dhoraji
  • 
લોકરરૂમમાં રહેલા નવ લાખના દાગીના પરત કર્યા: પ્રેરક કિસ્સો

ઉપલેટા આર.ડી.સી. બેન્કના કર્મચારીની પ્રમાણિકતા

ઉપલેટા, તા.29
ઉપલેટા શહેરમાં નવાપરા ચોરા પાસે આવેલ રાજકોટ ડિસ્ટ્રીક કો.ઓ.બેન્ક જરૂરીયાત મુજબ લોકોને સેવા પુરી પાડવા માટે લોકરરૂમમાં ધરાવે છે. આ લોકરરૂમમાં અંદાજે આઠ મહિના પહેલા એક અજાણ્યા વ્યકિત પોતાનું લોકર ખોલવા માટે આવેલ હતા, બાદમાં ભુલથી લોકર લોક કરી પોતાની પાસે રહેલ 150 ગ્રામ સોનાના દાગીના અંદાજે રૂા.9 લાખના લોકરરૂમમાં સીક્યોરીટી વગર છોડી ચાલ્યા ગયા હતા. બાદમાં બેન્કના નિવૃત્ત કર્મચારી ડી.ડી. સુવા પણ લોકર ખોલવા માટે લોકરરૂમમાં દાખલ થયા ત્યારે આ દાગીના મળી આવતા તેમણે બ્રાન્ચના ઝોનલ મેનેજર અને બ્રાન્ચ મેનેજરને જાણ કરતા તેઓએ દાગીના હવાલે કરી આગળની કાર્યવાહી મુજબ લોકધારકની આઠ મહિના બાદ ખરાઇ કરી તેઓને તા.25ના 9 લાખની કિંમતના દાગીના પરત કરેલ હતા. સમગ્ર ઘટનામાં નિષ્ઠાવાન કર્મચારી ડી.ડી. સુવાની વફાદારી અને બેન્ક પ્રત્યેની પ્રમાણિકતા સામે આવતા રાજકોટ ડિસ્ટ્રીકટ કો.ઓ. બેન્કના ચેરમેન જયેશ રાદડીયા તથા સખીયાભાઇએ અભિનંદન પાઠવી પોતાની સેવાને બિરદાવી હતી.


Loading...
Advertisement